Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કાલાવડના નિકાવામાં મકાન લખી આપવાની ના પાડતા પુત્રએ પિતાને લમધાર્યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮: કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરવિંદભાઈ પોમાભાઈ કુંભાભાઈ કંટારીયા, ઉ.વ.પર, રે. નિકાવા ગામવાળા  એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૭–ર૦ર૧ ના આરોપી વિજય અરવિંદભાઈ કંટારીયા, રે. રાજડા ગામ વાળા કે જેઓ ફરીયાદી અરવિંદભાઈના પુત્ર થતા  હોય અને ફરીયાદી અરવિંદભાઈ નું રાજડા ગામે આવેલ મકાન આરોપી  વિજય એ પોતાના ખાતે કરી દેવાનું ફરીયાદી અરવિંદભાઈને કહેતા ફરીયાદી અરવિંદભાઈ એ મકાન ખાતે કરવાની ના પાડતા આરોપી વિજયએ ફરીયાદીને તથા સાહેદ વનિતાબેનને જેમ ફાવે તેમ ભુંડા ગાળો બોલી પોતાના હાથમા રહેલ લોખંડના બકલ વાળા પટ્ટા વડે ફરીયાદી અરવિંદભાઈને શરીરે જેમ ફાવે તેમ માર મારી શરીરે મુંઢ ઈજાઓ કરી તેમજ પટ્ટાનું બકલ ફરીયાદી અરવિંદભાઈને ડાબી આંખ ઉપર કપાળના ભાગે મારી લોહી લુહાણ કરી ફરીયાદી અરવિંદભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ટાઉનહોલ નજીક ગ્રીલની ચોરી અંગે અંતે ફરીયાદ

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રવિણચંદ્ર પ્રેમજીભાઈ દવે, ઉ.વ.પ૭, રે. હર્ષદમીલની ચાલી પાછળ, નિલકંઠનગર, ગાયત્રી માતાના મંદિરની બાજુમાં, જામનગરવાળા ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭–૭–ર૦ર૧ના બેડીનાકા પાસે મોબાઈલ પોઈન્ટ નામની દુકાનથી ટાઉનહોલ તરફ જતા રસ્તા પર ડાબી બાજુ આવેલ ઉર્વી રેસ્ટોરન્ટ સુધીની લોખંડની ગ્રીલ માંથી વચ્ચેના ભાગેથી અમુક લોખંડની ગ્રીલ આશરે ૩૦૦ કિલો વજનની જેની કિંમત રૂપિયા આશરે ૧પ,૦૦૦/– આસપાસની કિંમતની ગ્રીલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જીરાગઢ ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભગીરથસિંહ કિરીટસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭–૭–ર૦ર૧ જીરાગઢગામ માં દેવીપૂજકવાસ માં શકતી માતાના મંદિરની બાજુમાં જીરાગઢ ગામે આ કામના આરોપીઓ સુરેશભાઈ દલુભાઈ અઘારીયા, મુકેશભાઈ ધીરૂભાઈ અઘારીયા, ગોપાલભાઈ કુવરજીભાઈ અઘારીયા, બાબુભાઈ ધીરૂભાઈ અઘારીયા, રે. જીરાગઢવાળા ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન કુલ રૂ.૧ર૦૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ઈંગ્લીશ દારૂની નવ બોટલ સાથે ઝડપાયો

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. માલદેવસિંહ ભરતસિંહ ઝાલા એ ફરીયાદ નોધાવી છે કે, તા.ર૭–૭–ર૦ર૧ના માખાકરોડ ગામથી દડવી ગામ તરફ જાવાના કાચા રસ્તે ચોકડી પર આવેલ પાણીના અવેડા પાસે ખરેડી ગામે આરોપી કિરીટભાઈ માધવભાઈ વણાર, રે. અનીડા ગામવાળા ગેરકાયદેસર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની બ્લુ કેશ્યોર પ્રીમીયમ બ્લેન્ડેડ વ્હીસ્કી ૭પ૦ એમ.એલ. તથા ૪ર.૮ ટકા આલ્કોહોલની માત્રા લખેલી અંગ્રેજી દારૂની શીલબંધ બોટલો નંગ–૯ જેની કિંમત રૂ.૪પ૦૦/– તથા એકટીવા મોટરસાયકલ કાળા કલરની જેના રજી.નં. જી.જે.–૧૦–એલ.ડી.–૮૮પ૮ ની કિંમત રૂ.રપ૦૦૦/– તથા સફેદ કલરના થેલો જેની કિંમત રૂ.ર૯પ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દેશી પીસ્તોલ સાથે શખ્સ ઝડપાયો

લાલપુર પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના એ.એસ.આઈ. આર.બી.ગોજીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭–૭–ર૦ર૧ના હરીપરગામે આ કામના આરોપી મહમદભાઈ ઉર્ફે કારો બોદુભાઈ ખીરા રે. નાની માટલી ગામવાળો પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે પરવાના લાયન્સ વગર દેશી બનાવટની પીસ્તોલ કિંમત રૂ.રપ૦૦૦/– તથા કાર્ટીસ નંગ–૩, કિંમત રૂ.૩૦૦ મળી કુલ રૂ.રપ૩૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વનાણા ગામે જુગાર રમતા છ ઝડપાયા

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. કૌશીકભાઈ દેવાયતભાઈ કાંબરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭–૭–ર૦ર૧ ના વનાણા ગામે આરોપીઓ દિનેશભાઈ મેપાભાઈ મકવાણા, ડાડુભાઈ ગોગનભાઈ ચનુરા, દુદાભાઈ વલ્લભભાઈ ઝિંઝુવાડીયા, રાજુભાઈ વલ્લભભાઈ ઝિંઝુવાડીયા, વિજયભાઈ ધરમશીભાઈ ઝિંઝુવાડીયા, જયેશભાઈ કારાભાઈ કરમુર, રે. વનાણા ગામવાળા ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા ૧૦,૩ર૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મોટીગોપ ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહેશભાઈ ડાડુભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭–૭–ર૧ના મોટી ગોપ ગામના ચોરાફળી પાસે આવેલ પીપળાના ઝાડ નીચે જાહેરમાં આ કામના આરોપી જયંતીભાઈ પાલાભાઈ બગડા, રમીજભાઈ નાથાભાઈ કાટેલીયા, નાનજીભાઈ મેપાભાઈ બગડા, રે. મોટી ગોપ વાળા ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા ૪૪પ૦/– તથા મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦૦/– તથા એક રેડમી કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦૦/– તથા એક સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦/– મળી કુલ રૂ.૧૪,૯પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો શખ્સ ઝડપાયો

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજદીપસિંહ કિશોરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭–૭–ર૧ના ગીંગણી જકાત નાકા પાસે, દેવીપૂજક વાસમાં જાહેરમાં આ કામના આરોપી મનસુખભાઈ મોતીલાલ પરમાર, રે. ગીંગણી ગામવાળા વર્લીમટકાના આંકડા લખી લખાવી નશીબ આધારીત જુગાર રમી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૯૭૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:52 pm IST)