Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સુરેન્દ્રનગર SOGના દાદુભાઇની PSIના પ્રમોશન સાથે બદલી

વઢવાણ તા.૨૮ : ચોટીલા તાલુકાના સણોસરા ગામમાં સંધી મુસ્લિમ ખેડૂત પરિવારમાં જન્મેલ દાદુભાઇ કરીમચભાઇ જાડેજા કોલેજ સુધીનો અભ્યાસ કરી ૧૯૯૪ માં પોલીસ ખાતામાં ભરતી થયેલ. પોલીસ ખાતામાં લીંબડી સાયલા સુરેન્દ્રનગર તેમજ એલ.સી.બી. ,પૈરોલ ફલો, એસ.ઓ.જી., વગેરે શાખાઓમાં નોકરી દરમ્યાન સારી કામગીરી કરી છે.

અને પ૦૦ થી આધારે ઇનામો મેળવેલ છે. તેમજ ગુજરાત સરકાર શ્રી ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવતી પી.એસ.આઇ ની ખાતાકીય પરીક્ષા પાસ કરી ઉતરોતર પ્રગતિ કરી સણોસરા ગામ તથા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ નું ગૌરવ વધારી અમદાવાદ શહેર ખાતે નિમણુંક થતા પોલીસ સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ.

(11:31 am IST)