Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

રાણાવાવ વાડી વિસ્તારમાં જુગાર રમતા ૯ શખ્સો અર્ધા લાખની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર,તા. ૨૮:  રાણાવાવ વાડી વિસ્તારમાં મકાનમાં જુગાર રમતા ૯ શખ્સોને ૫૩ હજારની રોકડ સાથે પોલીસે પકડી પાડેલ છે.

એલસીબી પોલીસના પી.આઈ એમ.એન દવની સૂચના અને માર્ગદર્શન મુજબ હેડ કોન્સ. ગોવિંદભાઈ મકવાણાની ચોક્કસ બાતમીને આધારે રાણાવાવ વાડી વિસ્તારમાં પોતાના રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવીને પોતાના અંગત સ્વાર્થ માટે નાલ ઉદ્યરાવીને તીનપતી નામનો જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવતા હોય આરોપી (૧) પ્રફુલ ભુરાભાઈ ચુડાસમા રાણાવાવ વાળા (૨). ચેતન નરસીભાઇ રાઠોડ નરસંગ ટેકરી પોરબંદર (૩) ગોપાલ દેવશીભાઇ મોકરિયા રાણાવાવ વાળા (૪) ગીરધર ગોપાલભાઈ કુછડીયા ભો દ વાળા (૫) રાજુ મદ્યાભાઈ સોઢા જુડાળા પોરબંદર વાળા (૬) કરસન ગોગનભાઈ મોરી નરસંગ ટેકરી પોરબંદર. (૭) રાજુ કારાભાઈ સોઢી રાણાવાવ વાળા (૮) ધીરુ વીરાભાઇ સોઢી નરસંગ ટેકરી પોરબંદર (૯) માધવજી જગાભાઈ સોઢી જુડાળા પોરબંદર આ તમામને જુગારના સાહિત્ય સાથે રોકડ રૂપિયાઙ્ગ ૫૨૯૦૦ તથા મોબાઇલ નંગ ચાર કિંમત રૂપિયા ૮૦ હજાર કુલ રૂપિયા ૧૩૨૯૦૦ ના મુદ્દામાલ સાથે જુગારધારા મુજબ ધરપકડ કરવામાં આવી હતી.

એલસીબી દ્વારા જુગાર નાબૂદ ની કામગીરીમાં એલસીબીના પીઆઇ એમ એન દવેએ.એસ.આઇ રમેશભાઈ જાદવ બટુકભાઈ વિંઝુડા સલીમભાઈ પઠાણ રવિભાઈ ચાઉ ગોવિંદ ભાઈ મકવાણા દિલીપભાઈ મોઢવાડિયા લીલા ભાઈ દાસ તથા પોલીસ સ્ટાફ જોડાયેલ હતો.

(11:36 am IST)