Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ગોંડલમાં ચોરીના બાર મોબાઈલ સાથે એક ઝડપાયો

ગોંડલ : ગોંડલ સીટી પોલીસના જયદીપસિંહ ચૌહાણ, અરવીંદભાઇ વાળા સહિતનાઓ એ બાતમીના આધારે ભગવતપરા માં શંકાસ્પદ હાલતમાં ઉભેલા મકસરૂ ઉર્ફેસમીર સલેમાનભાઇ જીંદાણી ઉ.વ.૩૩ ની તલાસી લેતા તેની પાસે રહેલ થેલી માંથી કુલ ૧૨ મોબાઇલ ફોન અલગ અલગ કંપનીના મળી આવેલ જે બાબતે આકરી પૂછપરછ કરતા મોબાઇલ ફોન છળકપટથી કે ચોરી કરી મેળવેલ હોવાનુ જણાતા સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી,૧૦૨ મુજબ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:38 am IST)
  • ઓકટોબરના મધ્ય સુધી મુંબઈમાં વરસાદ ચાલુ રહેશેઃ સપ્ટેમ્બરમાં જોરદાર? : જાણીતી વેધરસાઈ ઈન્ડિયા વેધરમેન તેના ટ્વીટર હેન્ડલ ઉપર જણાવે છે કે વરસાદની માત્રા ભલે ઘટી છે પણ પરંતુ ઓકટોબરના બીજા અઠવાડીયા સુધી મુંબઈમાં ચોમાસુ પરત ખેંચાશે નહિ અને સપ્ટેમ્બરમાં વરસાદનો એક જોરદાર ભારે રાઉન્ડ પણ આવે તેવી સંભાવના છે access_time 11:32 am IST

  • રિલાયન્સના ઓનલાઇન ગ્રોસરી પોર્ટલ જીઓ માર્ટની ફ્રેન્ચાઈસીઝ આપવાની છે : આવી બનાવટી વેબસાઈટથી ચેતજો : હાલની તકે અમારે કોઈ ફ્રેન્ચાઈસીઝ આપવાની નથી કે એજન્ટની નિમણુંક કરવાની નથી : રિલાયન્સ રિટેઇલ લિમિટેડની ચેતવણી access_time 7:37 pm IST

  • મહામારીને નજર સમક્ષ રાખી રાજય સરકારો પરીક્ષાઓ મુલતવી રાખી શકે છે : સુપ્રીમનો આદેશ : સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઈ હેઠળ રાજય સરકારો, પ્રવર્તમાન મહામારીને નજર સમક્ષ રાખીને, યુ.જી.સી સાથે મસળતો કરીને, પરીક્ષાઓ મુલતવી રાખી શકે છે. access_time 12:49 pm IST