Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ધોરાજીમાં શ્રી રામચંદ્રજી ધૂનમંડળ દરિદ્ર નારાયણ સેવા ટ્રસ્ટનો વાર્ષિક ૭૪મો પાટોત્સવ બંધ રહેશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીઃ તા.૨૮ : ધોરાજીમાં આઝાદી પહેલાંથી દ્યેર દ્યેર જઈને હરિનામ સંકીર્તન ની સાથે સાથે ગરીબ પરિવારોને વિનામૂલ્યે રાસન કીટ આપતી સેવાકીય સંસ્થા એટલે શ્રી રામચંદ્રજી ધૂન મંડળ અને દરિદ્ર નારાયણ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ડો. જે આર પરમાર  એ યાદીમાં જણાવેલ કે ધોરાજીમાં  આઝાદી પહેલાંથી  ઘરેર ઘરે જઈને હરિનામ સંકીર્તન કરતી  અને  ૧૨૫ જેટલા ગરીબ દરિદ્ર નારાયણ પરિવારોને એક મહિનો ચાલે તેટલું સંપૂર્ણ રાસન કીટ વિનામૂલ્યે છેલ્લા ઘણા વર્ષોથી આપવામાં આવી રહી છે તેમજ દર ઉનાળે છાશ કેન્દ્ર તેમજ મેડીકલ કેમ્પ અને શિયાળામાં ગરીબ પરિવારોને ગરમ ધાબળા વિતરણ સહિતની અનેક સેવાકીય પ્રવ્રૂતિ કરતી ધોરાજી ને એક માત્ર વર્ષો જૂની આ સંસ્થા છે.

તેમનો દર વર્ષે ભાદરવા મહિનામાં પાટોત્સવ ઉજવીએ છીએ પરંતુ આ વખત નો ૭૪ વાર્ષિક પાટોત્સવ તારીખ ૨૯ ને શનિવારના રોજ હોય જે હાલમાં કોરોના મહામારી ના સમયમાં સરકારના આદેશનું ચુસ્ત કરીને આ વખતે બંધ રાખવામાં આવેલ છે જેની સર્વે ધોરાજીના નગરજનોએ તેમજ દાતાશ્રીઓએ નોંધ લેવી. આવતા વર્ષથી રાબેતા મુજબ ૭૫મો પાટોત્સવ ભવ્ય ઉજવવામાં આવશે તેમ ડો જે.આર પરમાર ની યાદીમાં જણાવ્યું હતું.

(11:38 am IST)