Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

RCC કલબ ઓફ ટીકર દ્વારા એકસીડન્ટ બાદ જરૂરી મેડીકલ સાધનોની કીટ અપાશે

(દિપક જાની દ્વારા) હળવદ તા.૨૮ : આર.સી.સી. કલબ ઓફ ટીકર દ્વારા એકસીડન્ટ કે ઓપરેશન પછી ઉપયોગમા આવતા સાધનોની કિટ જરૂર પડ્યે ગ્રામ્ય વિસ્તારના દરદીઓને પણ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એવા હેતુથી માનવસેવાના લાભાર્થે હળવદ તાલુકા ના ટીકરમાં ખુલ્લી મુકવામા આવી છે. આ મેડિકલ કિટમા હોસ્પિટલ બેડ, વોકર, ટોઇલેટ ચેર, બેલેન્સ સ્ટીક જેવા સાધનો વસાવવામા આવ્યા છે. જેનો નિશુલ્ક લાભ લેવા ટીકર અને તેની આજુબાજુના માધવનગર, ઘાટીલા,અજીતગઢ, મિયાણી, માનગઢ, ખોડ, મયાપુર ની જનતાને લાભ લેવા રોટરી કલબ ઓફ હળવદ દ્વારા અપીલ કરવામા આવે છે. રોટરી કલબ ઓફ હળવદ દ્વારા શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી ખુબ સફળતાપૂર્વક આ પ્રોજેકટ ચાલી રહ્યો છે જેનો અસંખ્ય લોકોને લાભ મળ્યો છે.

હવે ગ્રામ્ય વિસ્તારના લોકોને સગવડતા રહે અનેં નજીક માં સાધનો ઉપલબ્ધ થઈ શકે એવા આશય ટીકર ગામમાં પણ આ પ્રોજેકટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રોજેકટ માટે તમામ સાધનોનું ડોનેશન સ્વૅં હીરાભાઇ ભવાનભાઈ ટીકર રણ ના સ્મરણાર્થે હસ્તે દેથરીયા પરિવાર તરફથી આપવામાં આવ્યું હતું.

(11:41 am IST)