Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

તળાજા પાલિકાના પ્રમુખ - ઉપપ્રમુખનો ચાર્જ સાંભળતા વિનુભાઇ વેગડ - શકિતસિંહ વાળા

ડે.કલેકટરને રજૂઆત કરતા ગયા ત્યારે ખબર પડી કે ચાર્જ તો પ્રમુખ જાહેર થયા ત્યારથી જ સંભાળવાનો હતો !

ભાવનગર તા. ૨૮ : તળાજા નગરપાલિકા કચેરી અને નવા ચૂંટાયેલા પ્રમુખ ઉપ પ્રમુખ અને તેની સાથેના કાર્યકરો માટે આજનો દિવસ ગરમાગરમ રહ્યો.

પાલિકામા અંદાજે પોણા છ કરોડ રૂપિયાના કરવાના થતા વિકાસ ના કામોના ટેન્ડર ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. જેને લઈ ડે. કલેકટર સમક્ષ નવા ચૂંટાયેલા અને પ્રમુખ, ઉપ પ્રમુખ અને સાથી કાર્યકરો રજુઆત કરવા ગયા હતાકે આ ટેન્ડરીંગ પ્રક્રિયા અટકાવવા માં આવે. કારણકે હવે સત્તા અમારે સંભાળવાની છે.

આ સમયેઙ્ગ ડે. કલેકટર દ્વારા તમારે પ્રમુખઙ્ગ ઉપ પ્રમુખ નો ચાર્જતો વિજેતા જાહેર થયા તેજ દિવસથી સાંભળી લેવાનો હતો. ચાર્જ સાંભળવા અને પ્રમુખ દ્વારા ચાર્જ સોંપવા ઉપરાંત ટેન્ડરીંગ પ્રક્રિયા અટકાવવા સહિતના વિષયને અંતે આખરે ઓફીસ સમય પૂર્ણ થાય તે પહેલાં વિનુભાઈ વેગડએ પ્રમુખ તરીકે અને શકિતસિંહ વાળાએ ઉપપ્રમુખ તરીકે ચાર્જ ચીફ ઓફિસર એન.બી.મુનિયા દ્વારા ચાર્જ સોંપવામાં આવ્યો હતો.ઙ્ગ દક્ષાબા સરવૈયા હાજર રહી શકયા ન હોય એક તરફી પ્રમુખનો ચાર્જ લેવામાં આવ્યો હતો.

પ્રમુખ તરીકે ચાર્જ સંભાળનાર વિનુભાઈ વેગડ એ જણાવ્યું હતુંકે શાસ્ત્રોકત વિધિ પ્રમાણે શુક્રવારે વિજય મુર્હત ૧૨.૩૯ મિનિટે પ્રમુખ તરીકે ની જવાબદારી ચાલુ કરીશ. આ સમયે તળાજા ના દરેક નગરજનો હાજર રહે તે માટે તેમણે અપીલ કરી હતી.

પ્રમુખ તરીકે સૌ પહેલું કામ તળાજાના ખરાબ રસ્તાઓ સારા બને તે કરીશ. તળાજામાં હવે ભ્રષ્ટાચાર મુકત વિકાસ કરીશુ તેમ જણાવ્યું હતું.

તળાજા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળનાર શકિતસિંહ વાળાએ પોતાની ઉંમર ૨૬ વર્ષ પૂર્ણ થયાની જણાવી હતી. તેઓએ પાલિકાને લાગતું કોઈપણ કામ હોય તો ગમે ત્યારે ફોન કરી જાણ કરવા નગરજનોને અપીલ કરી હતી. પાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનસિંહ વાળાએ જણાવ્યું હતુંકે શકિતસિંહ વાળા પાલિકાના ઇતિહાસ માં ઉપ પ્રમુખ તરીકે સૌથી નાની વયના બન્યા છે.આ અગાઉ આઈ.કે વાળા ૨૭ વર્ષે ઉપ પ્રમુખ બન્યા નો રેકોર્ડ હતો.

તળાજા ના પ્રથમ નાગરિક બનનાર વિનુભાઈ વેગડે જણાવ્યું હતુંકે પોતાએ ચાની હોટલમાં કામ કરતા હતા.દરરોજ ૭૫ પૈસા મજુરી મળતી હતી.ત્યારબાદ લારી ખેંચી ખાતરની ગુણ લેવા મુકવાની મજુરી કામ કરેલ.એમ ધીરેધીરે સખત પરિશ્રમના કરતા શેરડી, ફ્રુટના હોલસેલ વેપારી બન્યા. તેઓ અથાક પરિશ્રમમાં માને છે.

(11:42 am IST)