Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ઉપલેટામાં કોરોનાના એક સાથે ૯ કેસ થયા

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ૨૮ : દુનિયામાં કોરોનાનો કહેર ચાલુ છે. જેમાં ઉપલેટા શહેર તથા તાલુકામાં પણ કોરોનાનો કહેર હોય તેમ ગઇકાલે ૯ કેસ નોંધાતા કુલ ૩૦૧ કેસ નોંધાયેલ છે. જેમાં ૧૪૧ લોકોએ કોરોનાને માત આપી છે અને ૩૫ કેસ એકટીવ, ૧૧૨ હોમ આઇસોલેશન થયેલ છે. શહેર તથા તાલુકામાં કોરોનાએ ૧૩ લોકોનો ભોગ લીધો છે. તાલુકા અને ગામડાઓમાં પણ કેસ નોંધાયેલ છે. જેમાં મોટી પાનેલી, ભાયાવદર, કોલકી, ખારસીયા, વરજાંગજાળીયા, ઇસરા, કોલકી, સેવંત્રા, મોજીરા વિગેરેનો સમાવેશ થાય છે.

દેશી દારૂ સાથે ધરપકડ

ખારવાડ પ્લોટમાં રહેતા મુકેશ નાથા મકવાણાને પો.કો. નીરૂભાઇ જીણાભાઇએ આરોપીના ઘરેથી દારૂ લીટર ૫, કિં. રૂ. ૧૦૦ સાથે ધરપકડ કરેલ છે.

(11:46 am IST)