Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ગિરનાર રોપ -વે નવેમ્બરમાં ખુલ્લો મુકાશે : નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉદઘાટનની શકયતા

રોપ-વે સ્થળની મુલાકાત લઇ વિસ્તૃત વિગત જાહેર કરતા ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળના સભ્યો પ્રદિપભાઇ અને શૈલેષભાઇ દવે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૮: એશીયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે પ્રોજેકટ આગામી બે માસમાં કાયર્િાન્વત થશે. રોપ-વે સાઈટની મુલાકાત લઈ રોપ વેના પોજેકટ મેનેજર દીનેશ નગી તથા અન્ય અધિકારીઓ સાથે  પ્રદિપભાઈ ખીમાણી તથા શેલેષભાઈ દવેએ વિસ્તૃત ચર્ચા કરી હતી અને નવેમ્બર માસમાં આ રોપ -વેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થવાની સંભાવના વ્યકત કરી હતી.

ગિરનાર યાત્રાધામ વિકાસ મડળના સભ્યો પ્રદિપભાઈ ખીમાણી તથા શૈલેષભાઈ દવેએ ગિરનાર રોપ વે સાઈટની મુલાકાત લઈ ગિરનાર રોપ વેની ચાલી રહેલી કામગીરીનું નિરક્ષણ કર્યું હતુ તથા ઉષા બ્રેકોના પ્રોજેકટ મેનેજર દીનેશ નગી સહિતના અધિકારીઓ સાથે રોપ વેની કામગીરી બાબતે ચર્ચા કરી હતી. આ અંગે  પ્રદિપભાઈ ખીમાણી તથા શૈલેષભાઈ દવેએ જણાવ્યું છે કે ગિરનાર રોપ વે બે માસમાં કાયર્િાન્વત થઈ જશે.

સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં વિદેશથી ટેકનીશીયન આવશે અને તેમની ઉપસ્થિતિમાં ટ્રાયલ શરૂ થઈ જશે. તમામ પીલોર વીડીયો કોન્ફરસીંગ થી માર્ગદર્શન લઈ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને ભારતના મહત્વના રોપવે પ્રોજેકટ પૂરા કરનારા અનેક અધિકારીઓ તથા એન્જીનીયરો હાલ રોપ વે સાઈટ પર ચોવીસ કલાક કામ કરી રહયા છે.

પ્રદિપભાઈ ખીમાણી તથા શૈલેષભાઈ દવેએ વધુમાં માહિતી આપતા જણાવ્યુ છે કે, જીલ્લા પંચાયતના ગસ્ટ હાઉસ સામેના ગ્રાઉન્ડમાં પાર્કીંગ તથા ટીકીટ કાઉન્ટર રહેશે તથા જૂનાગઢમાં પણ રોપવે ની ટીકીટ વેચવા માટે એજન્સી આપવામા આવશે જેથી બહારથી આવતા યાત્રિકોને કોઈ અગવડ ન પડે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. ૯ નવેમ્બરના ઉદઘાટન માટે આવે તેવી સંભાવના પણ પ્રદિપભાઈ ખીમાણી તથા શૈલેષભાઈ દવેએ વ્યકત કરી છે.

રોપવે યોજનાની વિગતો આપતા બને આગેવાનોએ જણાવ્યુ છે કે , ગુજરાત રાજયના મુખ્યમત્રી વિજયભાઈ રૂપાણી પ્રવાસમત્રી જવાહરભાઈ ચાવડા તથા યાત્રાધામ વિકાસના મંત્રી વિભાવરીબેન દવેના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં જ ગાંધીનગર મુકામે મળેલી મીટીંગમાં પણ ફોરેસ્ટ જમીનમાથી જરૂરી જમીન ૦.૨૭૮૫ હેકટર ગિરનાર રોપ વે યોજના માટે ટ્રાન્સફર કરવાનો નિર્ણય કરાતા અંબાજી મંદિર પર પણ યાત્રિકોની સુવિધા વધારવા ઉપયોગી બનશે તેમ પણ પ્રદિપભાઈ ખીમાણીએ જણાવેલ છે.

ગિરનાર રોપવેનું દેશના હાલના વડાપ્રધાન તથા તત્કાલિન મુખ્યમત્રી  નરેન્દ્રભાઈ મોદીના હસ્ત ખાત મૂહૂર્ત થયુ ત્યારે ૮૦ પેસેન્જરોની ક્ષમતાવાળી બે ટ્રોલી લગાવવાની યોજના હતી પરતુ હવે ૮ પેસેન્જરોને સમાવી શકે તેવી ૨૫ ટ્રોલી લગાડાશે અને ટ્રોલીમાં માઈક્રોફોન, લાઉડસ્પીકર હવાબારીની વ્યવસ્થા હશે. ધીમે ધીમે ટ્રોલીની સંખ્યા૩૧ ની કરાશે. બે ટ્રોલી વચ્ચે ૩૭ સેકન્ડનુ અતર રહેશે. એક ટ્રોલી તેના બોટમ સ્ટેશનથી છૂટયા પછી ૨૧૬ મીટર આગળ જશે પછી બીજી ટ્રોલો રવાના થશે. ટ્રોલી લોઅર સ્ટેશનથી નીકળી ૭.૪૩ મીનીટમાં અપર સ્ટેશને પહોચશે. આમ એક કલાકમાં ૮૦૦ પેસેન્જરોનુ વહન કરી શકાશે તેમ જણાવતા શ્રી પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્યું છે કે અગાઉ ૨૦૦૭માં ખાત મૂહૂર્ત થયું ત્યારે ૮૦ પેસેન્જરોની ક્ષમતાવાળી બસ કરતા પણ મોટી બે જ ટ્રોલી લગાવવાની યોજના હતી કારણ કે અંબાજી મંદિરે ૧૮૦ કિલોમીટરની ઝડપે ખૂબ જ ભારે પવન ફૂકાતો હોવાના કારણે નાની ટ્રોલીનુ બેલેન્સ નહી રહે તેવો નિષ્ણાતોનો અભિપ્રાય હતો. પરતુ હવે નવી ટેકનોલોજી ઉપલબ્ધ બનતા ડીઝાઈનમાં ફેરફાર કરાયો છે અને ૮૦ ના બદલે૮ પેસેન્જર બેસી શકે તેવી ટ્રોલીલગાવવાન્ુ નકકી થયું છે જો કે આ ટ્રોલી વજનદાર હશે કે જેથી ભારે પવનમાં પણ બેલેન્સરહી શકે. આ રોપ વે ચલાવવાની મંજૂરી સૂર્યાદય થી સૂર્યાસ્ત સુધીની છે.

અત્યારે ભવનાથ માં દર વર્ષે ૪૦ લાખ યાત્રિકો આવે છે જે સંખ્યા રોપ વ બન્યા બાદ બમણી એટલે કે ૮૦ લાખ થશે તેમ પણ પ્રદિપભાઈ ખીમાણીએ જણાવેલ છે. પ્રદિપભાઈ ખીમાણીએ રોપ વે યોજનાની વિગત આપતા જણાવ્યુ છે કે પૂરા ભારતમાં રોપ વેની એક કેબીનમાં ૪ કે ૬ યાત્રિકો બેસી શકે તેવી કેબીનો ઘણા સ્થળે કાર્યરત છે પરંતુ એક કેબીનમાં ૮ યાત્રિકો બેસી શકે તેવો દેશનો આધુનિક ટકનોલોજીવાળો એક માત્ર રોપ-વે ગિરનાર રોપ વે હશે.

(11:47 am IST)