Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

જેતપુર બોઘાભાઈ સ્થા.જૈન સંઘના આજીવન સેવાભાવી પ્રમુખ વિનુભાઈ કામાણીની ચિર વિદાય...

જૈન સમાજના પૂ.સાધુ - સાધ્વીજીઓ તથા જૈન સંઘોના અગ્રણીએ કહ્યું કે વિનુભાઈ ખરેખર સેવા સમ્રાટ હતાં..... વિનુભાઈની જૈન ધર્મની તથા સેવા ભાવના નિહાળી જૈન સમાજે તેઓને આજીવન સંઘ પ્રમુખ તરીકે નિમણૂંક કરેલ.... : આવતીકાલે શનિવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ જેતપુર બોદ્યાભાઈ સ્થા.જૈન સંદ્યના સેવાભાવી આજીવન પ્રમુખ શ્રી વિનુભાઈ નંદલાલ કામાણી ( ઉં.વ. ૭૬) એ તા.૨૭ના રાજકોટ ખાતેથી પરલોકે પ્રયાણ કર્યું.

 ધર્માનુરાગી વિનુભાઈ કામાણીએ દાયકાઓ સુધી ચતુર્વિધ સંઘની સરાહનીય સેવા કરેલ.વર્ષોથી જેતપુર સંઘમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં હતાં.જીવદયા સહિત દરેક ક્ષેત્રે તેઓએ સેવા પ્રદાન કરી છે. સમસ્ત જેતપુર ગામમાં તેઓનું મૂઠી ઉંચેરુ નામ હતું.તેઓ પ્રત્યે દરેકને આદર હતો.

ધાર્મિક કાર્યક્રમોમાં તેઓને સાંભળવા એક લ્હાવો હતો.દુહા - છંદ,ધાર્મિક ગીત સાથે શાનદાર ,જોરદાર  જુસ્સાભેર મુદ્દાસર પ્રસંગોચિત્ત્। પોતાનું વકતવ્ય આપતાં. પહાડી અને ઘેઘૂર અવાજ...

 ગોંડલ ગચ્છ શિરોમણી પૂ.જશરાજજી મ.સા., પૂ.દેવેન્દ્ર મુનિ મ.સા.,પૂ.મનોહર મુનિ મ.સા., પરમ શ્રધ્ધેય પૂ.ધીરજમુનિ મ.સા., પૂ.સુશાંત મુનિ મ.સા.,રાષ્ટ્ર સંત પૂ.નમ્રમુનિ મ.સા., પૂ.પારસ મુનિ મ.સા.,અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ.ભાવચંદ્રજી સ્વામી, ગોંડલ સંપ્રદાયના સંપ્રદાય વરિષ્ઠા પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ,પૂ.હીરાબાઈ મ.સ.સહિત અનેક પૂ.સંત - સતિજીઓએ કહ્યું કે વિનુભાઈ એક આદર્શ સુશ્રાવક રત્ન હતાં...

 તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.,ગાદીપતિ સ્વ.પૂ.ગિરીશચંદ્રજી મ.સા.,સાધ્વી રત્ના સ્વ.પૂ.ધનકુવરબાઈ મ.સ.,અખંડ સેવાભાવી સ્વ. પૂ.ભદ્રાબાઈ મ.સ.સહિત દરેક જૈન સંપ્રદાયના પૂ.સાધુ - સાધ્વીજીઓ સાથે વિનુભાઈને આત્મિયતાભર્યા સંબંધો હતાં.

 સાધુ - સંતો પ્રત્યે તેઓની ભાવના અજોડ હતી... વિનુભાઈ પૂ.સંત - સતિજીઓને વિહારમાં પણ સહાયરૂપ બનતા.... તેઓ સામાયિક સાથે નિયમિત પ્રવચનનું શ્રવણ કરતાં...

  સ્થાનકવાસી જૈન સમુદાયના ધૂરંધર પૂ.સંત - સતિજીઓને જેતપુર ચાતુર્માસ કરાવવામાં તેઓનું મહામૂલુ અને અનેરુ યોગદાન હતું.મુમુક્ષુ આત્માઓ જેતપુર દર્શન કરવા આવે એટલે વિનુભાઈ ભાવવિભોર થઈ દીક્ષાર્થી આત્માઓનું જાજરમાન અભિવાદન કરે.તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.,ગાદીપતિ સ્વ.પૂ.ગિરીશચંદ્રજી મ.સા.,સાધ્વી રત્ના સ્વ.પૂ.ધનકુવરબાઈ મ.સ.,અખંડ સેવાભાવી સ્વ. પૂ.ભદ્રાબાઈ મ.સ.સહિત દરેક જૈન સંપ્રદાયના પૂ.સાધુ - સાધ્વીજીઓ સાથે વિનુભાઈને આત્મિયતાભર્યા સંબંધો હતાં.૭૬ વર્ષના માનવ જીવનમાં વિનુભાઈ ૧૬ વર્ષના હતાં ત્યારે જૈન યુવક મંડળમાં જોડાયેલ અને લાગલગાટ ૬૦ વર્ષ સુધી જૈન સંઘમાં બેજોડ સેવા આપતાં રહેલ.સમગ્ર કામાણી પરિવાર એટલે ધર્મના રંગે રંગાયેલો પરિવાર.તેઓના ધર્મ પત્ની જયોત્સનાબેન પણ વિનુભાઈ સાથે સંઘ સેવામાં સદા સાથ આપતાં. તેઓના પુત્રો વિનયભાઈ અને નયનભાઈ પણ પોતાના પિતાને સેવા કાર્યમાં અનુકૂળતા આપતાં. સુપુત્રી રાખીબેન પણ પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.પ્રેરિત રાજકોટ લુક એન લર્ન જૈન જ્ઞાનધામમાં દીદી તરીકે સુંદર સેવા સાથે ભાવિ પેઢીને જ્ઞાનાભ્યાસ કરાવી રહેલ છે. રાજકોટ હોય કે જેતપુર કામાણી પરિવારની સેવા બેજોડ અને અનુમોદનીય હોય છે.વિનુભાઈએ પોતાના સંતાનો અને કુટુંબીજનોને પણ ધર્મના સુસંસ્કારોનું સિંચન કરેલું.તેઓ આદર્શ સુશ્રાવક હતાં.

સેવાભાવી વિનુભાઈ કામાણીના દેહવિલયથી માત્ર જેતપુર સંઘને જ નહીં પરંતુ સમસ્ત જૈન સમાજને બહુ મોટી ખોટ પડી છે .ગોંડલ સંઘ પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી, જુનાગઢના સુરેશભાઈ કામદાર, વી.એસ.દામાણી, જેતપુરના કિશોરભાઈ શાહ, ધારી, વિસાવદર,વેરાવળ, બગસરા, અમરેલી, કાલાવડ સહિત રાજકોટ રોયલ પાર્ક મોટા સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ,મોટા સંઘ વિરાણી પૌષધશાળાના પ્રમુખ ઈશ્વરભાઈ દોશી, ઈન્દ્રપ્રસ્થનગર સંઘના રજનીભાઇ બાવીસી, મનહર પ્લોટ સંઘ પ્રમુખ ડોલરભાઈ કોઠારી,સરદાર નગર સંઘ પ્રમુખ હરેશભાઇ વોરા,અજરામર સંઘ પ્રમુખ મધુભાઈ ખંધાર,ગીત ગૂર્જરી સંઘ પ્રમુખ શિરીષભાઈ બાટવીયા,ગોંડલ રોડ વેસ્ટના કિરીટભાઈ શેઠ,જૈન અગ્રણીઓ મયુરભાઈ શાહ,ઉપેનભાઈ મોદી,એડવોકેટ અનિલભાઈ દેસાઈ, એડવોકેટ કમલેશભાઈ શાહ,સીપી.દલાલ,જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા સહિત રાજકોટ અને સૌરાષ્ટ્રના અનેક અગ્રણીઓએ ભાવભરી શ્રધ્ધાંજલિ પાઠવતા કહ્યું કે વિનુભાઈ કામાણીની સેવા ચિર સ્મરણીય રહેશે. છ - છ દાયકાઓ સુધી કરેલી તેઓની સેવા સદા સ્મરણમાં રહેશે.

સદગત વિનુભાઇ પત્નિ જયોત્સનાબેન, પુત્રો વિનયભાઇ અને નયનભાઇ તેમજ પુત્રી રાખીબેનને વિલાય કરતા છોડી ગયા છે. સ્વ. વિનુભાઇ તે સ્વ. નંદલાલ નરસીભાઇ કામાણીના પુત્ર, તેમજ સ્વ. ચુનીભાઇ ગોવિંદજી મહેતાના જમાઇ (૧) વિનયભાઇ કામાણી મો.૯૮૨૪૨ ૧૯૫૭૦ (૨) નયન કામાણી મો. ૯૮૨૪૨ ૪૭૩૪૭ (૩) હરસુખભાઇ કામાણી મો.૯૮૨૪૫ ૩૧૦૦૩, (૪) ચંદ્રકાંતભાઇ કામાણી મો.૯૮૨૪૯ ૬૬૭૭૫ (૫) વિજયભાઇ કામાણી મો.૯૮૭૯૪ ૯૯૫૯૯ (૬) નીતીનભાઇ કામાણી મો.૮૪૯૦૦ ૮૫૮૮૮ (૭) જતીનભાઇ કામાણી મો.૯૩૨૭૦ ૧૫૬૫૮ (૮) દિલીપભાઇ કામાણી મો.૯૩૨૭૦ ૧૫૬૫૮ (૯) રાખી ભરવડા મો. ૯૩૧૩૪ ૭૭૩૫૫ (૧૦) પરેશભાઇ ભરવડા મો.૯૮૨૪૮ ૫૫૫૮૨ (૧૧) સુધીરભાઇ મહેતા મો.૯૮૭૯૦ ૦૪૧૫૨

(11:50 am IST)