Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ઉપલેટા તાલુકા પેટ્રોલીયમ ડીલર્સ એસોસિએશન દ્વારા આવેદન

(ભરત દોશી દ્વારા) ઉપલેટા : રાજકોટ જિલ્લામાં ઠેરઠેર મંજૂરી કે લાઇસન્સ વગર નબળી ગુણવત્ત્।ા વાળુ એટલે કે કેમિકલયુકત બાયોડીઝલ નામે પંપ ઉભા કરી ધૂમ વેચાણ કરવામાંઙ્ગ આવે છે આવા વેચાણથી સરકારશ્રીને કયાંકને કયાંક ટેક્ષ(કર ) ની નુકશાની જાય છે તેના લીધે પેટ્રોલ પંપના માલિકોને વેચાણ ઘટવાના કારણે આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે આવા કેમિકલ યુકત હલકી ગુણવત્ત્।ાના બાયો ડીઝલ તેમજ એલડીઓના વપરાશના કારણે પ્રદુષણ વધી રહ્યું છે તેમજ તેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. આવા હલકી ગુણવત્ત્।ાવાળા ઇંધણઙ્ગ ડીઝલના બજારભાવથી અંદાજિત ૨૦ રૂપિયા જેટલુ સસ્તુ મળતુ હોવાથી મોટા વાહનો જેવા કે બસ ટ્રકના માલિકો આવી હલકી ગુણવત્ત્।ાના ઇંધણનુઙ્ગ વપરાશ કરતા હોય છે જેના લીધે અધિકૃત ડીલરોને મોટાપાયે વેચાણમાં ફટકો પડતો હોય આર્થિક સંકટનો સામનો કરવો પડે છે તો આવા અનઅધિકૃત વેચાણ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉપલેટા તાલુકા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બારીયા ઉપપ્રમુખ રમણીકભાઈ લાડાણી સેક્રેટરી નીતિનભાઈ ડાંગર જોઇન્ટ સેક્રેટરી કિશનભાઈ પટેલ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

(11:51 am IST)