Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

પોરબંદર પંથકમાં કાયદો વ્યવસ્થા જાળવવાની કરસતમાં જૂના હત્યા કેસના ભેદ હજુ અણઉકેલ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૮ : કાયદો વ્યવસ્થાની જાળવણી માટે સરકારશ્રીની વિવિધ સુરક્ષા એજન્સી બંધારણીય ફરજમાં બજાવી રહી છે. તેની અસર કેટલી ? સામાન્ય જનતાનો વહેવાર સાથે રહે છે, પરંતુ ે મહત્વ પૂર્ણ તેમના શીર પર રાજચિન્હ અશોકચક્ર-સ્થંભ સાથે લાઠી-બંદુક સાથે 'સત્ય મેવ જયતે'ના સુત્ર ધારેલ ધાતુના બનાવેલ મોહર ધારણ કરે છે. જવાબદારોની વિશિષ્ટતા હોય છે. તેઓ લાલપટ્ટી સાથે ક્રમશઃ ક્રમશમાં પદની સંજ્ઞા આપે છે. સમય અનુરૂપ ફેરફાર તેમની ફરજની વિશિષ્ટતા જવાબદારી સમજાવે છે. જે પદ ઉચ્ચું તેમ ગણવેશમાં ફેરફાર પણ જોવા મળે છે. સત્તા કાર્યક્ષમા દર્શાવે છે.  સૌથી ધ્યાન ખેંચે તે હકીકત-બાબત એ છે કે, કર્મીથી લઇ અધિકારી સુધી એક દાવો આગળ રાખે છે. ભ્રમ ઉભો કરે છે કે તપાસમાં તટસ્થતા હશે, નિષ્પક્ષતા હશે, લોકોના રક્ષણ કાર્યવાહી થશે, ન્યાય મળશે, ચમરબંધીને પણ છોડવામાં આવશે નહીં.

તપાસ દરમ્યાન ફરીયાદ અને રજુઆતને સમર્થન મળશે તો અવશ્ય ગુન્હો દાખલ કરાશે. તપાસમાં કચાશ રહેશે નહીં, રૂવાબ અને સતાવહી અવાજ સાંભળવા મળશે, જયારે વાસ્તવમાં ચિત્ર જુદું ખડું થઇ જાય છે. ત્યાં બંધારણ-ફરજની ગોપનીયત્તા ફરીયાદી-રજુઆત કરનાર માહિતી આપનારને તે દોષીત વ્યકિતને ઇશારો કરી દેવાય તેમાં રાજકારણ કે વીઆઇપી ભલામણ કે જે રીતે ચલચિત્રમાં દર્શાવવામાં આને પ્રેક્ષકોને બતાવવામાં આવે તે મુજબ ભાઇની  તેહનાતમાં હાજર થઇ જાય. ત્યારે ફરજ નિષ્ઠા બંધારણની ગોપનીયતાનું રૂપાંતર બદલી જાય. સરકાર પણ જાણ છે તેનાથી અજાણ નથી જેના કારણે ગુન્હાનું પ્રમાણ વધવા લાગ્યું છે.  ફરજ સાથે તસ્થ-નિષ્પક્ષતાનો દાવો આગળ ધરે છે. આશ્વાશન આપનાર કર્મી-અધિકારી પોતાના અંતર આભાને પૂછે કે શું શુદ્ધ ન્યાયી તટસ્થ કાર્યવાહી કરે છે.

પચ્ચીસ વરસથી યુવા સામાજીક કાર્યકર-નિડર-સ્પષ્ટતા વકતા સ્થાનિક ભાજપ મંત્રી સ્વ. નરેન્દ્રભાઇ અત્રીની હત્યાનો ભેદ આજદીન સુધી ઉકલાયેલ નથી. પોરબંદરની ગુન્હાશોધક એજન્સી કે રાજયની ગુન્હાશોધક એજન્સી કેન્દ્ર સરકારની પણ ગુન્હા શોધક એજન્સી શોધી શકી નથી. માત્ર કમલાબાગ પોલીસ સ્ટેશન યાને બી-ડીવીઝન પોલીસમાં નોંધાયેલ ફરીયાદ અને તેની ફરીયાદના આધારે થયેલ તપાસમાં પણ પ્રગતિ !! હાલ તો પણ સાથે ફાઇલમાં સચવાયેલ છે.

જયારે કાયદારક્ષક મોભીઓ જુના ગુન્હાગારોનો શોધવા નાસતા ફરતા હોય તેને પકડી મીડીયાનો સહકારથી કામગીરીની કાર્યદક્ષનો દંભ સરકારને પણ અવઢવમાં રાખે છે. સરકારમાં ઉચ્ચ કક્ષાએ તપાસની માંગણી થઇ છે. સ્વ. નરેન્દ્રભાઇ અત્રીના હત્યા પણ પ ેલા એક ભાઇ એક ખૂનના ગુન્હામાં લાંબા સમયથી ફરાર હતા. સાધુ બની ગયેલ. જુનાગઢ ગીરનાર સાધુ જીવન ગાી સત્સંગ કથા કરતા સત્સંગ કથા સાંભળતી પોલીસ શંકાદ્રઢ બની પોરબંદર પોલીસે જુનાગઢ પોલીસની મદદ મેળવી લાંબા સમયના આ ફરાર આરોપી સાધુને શોધની નિયમ અનુસાર કર્યાવાહી કરી આ કેશ પોરબંદરની સેસન્સ અદાલતમાં ચાલી ગયેલ છે. પોલીસ ફરજ કાર્યદક્ષતા જાગૃતી પરિણામ ન્યાયકીય હતું.

બીજા કિસ્સામાં કેમીકલ ફેકટરીમાં કામ કરતા કર્મીને અન્યાય થયેલ તે અન્યાય સામે લેબર ઓફીસમાં રજૂઆત કરેલ. રજુઆત બાદ તેમને બોલાવવામાં આવેલ. કંપની તરફથી લેબર ઓફીસર હાજર થયેલ. સમાધાનની ભૂમિકાનું વાતાવરણ્, પરતુ કંપની તરફથી જે તે સમય લેબર ઓફીસર દ્વારા ન્યાય મળે તેમ નહીં જણાતા આ કર્મીએ લેબર કચેરીના પગથીયા પર કંપની તરફથી ઉપસ્થિત થયેલ લેબર ઓફીસરની કચેરીના પગથીયા પર હત્યા કરી ફરાર થઇ ગયેલ. પોલીસ ફરીયાદ થઇ ગુન્હો દાખલ થયો. હત્યા કરી કર્મી નાશી ગયેલ. પોલીસ શોધતી રહી, તપાસનો દોર ચાલુ રાખ્યો. લાંબો સમય ચાલતી રહી હત્યા કરનાર કર્મી આસામમાં છુપાયેલ છે.

પોલીસને મળેલ બાતમી આધારે આસામ પોલીસને જાણ કરી સહકાર માંગ્યો. આસામ પોલીસે ચાંપતી નજર  હત્યારા પર રાખી. પોરબંદર પોલીસને જાણ કરી અને પોરબંદર કોર્ટ કેસ આવેલ ન્યાયકીય તુલના કરી. ગુણદોષ પર પૂરાવા પર કાર્યવાહી થઇ કેસ પૂર્ણ થયો. આ કર્મી આરોપી અંદાજીત સાત વરસ ફરાર રહેલ.

આશ્ચર્ય સર્જે છે કે  રપ વરસે ભાજપના મહામંત્રી સ્વ.નરેન્દ્રભાઇ અત્રીના હત્યારાને પોલીસ શોધી શકી નથી જે તે સમયના ભાજપના મોભી પીઢ લોકચાહના ધરાવનાર શ્રી લાલકૃષ્ણ અડવાણીજી સોમનાથ દર્શનાર્થે આવેલ ત્યારે તેઓ સોમનાથ દર્શન કરી સોમનાથથી દર્શન કરી પોરબંદર સ્વ. નરેન્દ્રભાઇ અત્રીના પરિવારને આશ્વાશન આપવા આવેલ. ત્યારે તેઓશ્રી દ્રઢતાપૂર્વક જણાવેલ કે, પોતે કેન્દ્રમાં રજુઆત કરશે. પોરબંદરની કથળેલ કાયદો વ્યવસ્થા સંબંધે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરશે ? તટસ્થ તપાસ કરાવશે  ? તે હજુ પ્રશ્ન છે.

(11:52 am IST)