Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

અમરેલી જિ.માં ગંભીર ગુન્હામાં નાસતા ફરતા ૯ આરોપી વિરૂધ્ધ પકડ વોરંટ ઇસ્યુ કરાયા

આરોપીની માહિતી મળે તો અમરેલી સીટી પોલીસને જાણ કરવા અનુરોધ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૮: અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ફરાર ગુન્હા રજી નં.૮૪/૧૯ આઇપીસી કલમ ૩૬૩-૩૬૬ અપહરણ-પોસ્કો-ગેંગરેપ જેવા ગંભીર ગુન્હામાં સંડોવાયેલા નવ આરોપી વિરૂધ્ધ જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાયની સુચનાથી અમરેલી સીટી પોલીસ ઇન્સપેકટર કે.ડી જાડેજાએ તમામ ૯ આરોપી સામે ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૭૦ મુજબ ધરપકડ વોરંગ ઇસ્યુ કરવાની નામદાર કોર્ટ પાસેથી પરવાનથી મેળવી તમામ આરોપી સામે વોરંટ ઇસ્યુ કરી લોકોને આરોપીઓ વિશે માહિતી મળે તો અમરેલી સીટી પોલીસ સ્ટેશન ફોન. ૦૨૭૯૨-૨૨૩૫૫૦ અથવા મો.૯૧૭૩૮-૯૦૩૯૦ ઉપર પોલીસ ઇન્સપેકટરને જાણ કરવા અનુરોધ કરાયો છે.

જે આરોપીઓ સામે વોરંટ ઇસ્યુ કરેલ છે તેમાં (૧) મહાવીર ભગુભાઇ વાળા રહે.સરસાઇઇ તા.વિસાવદર (ર) રવીિાજ ઉર્ફે કાઠી દિલીપભાઇ કાળીયા રહે.દરબાર શેરી નં.૩ અમરેલી (૩) કુલદિપ નટુભાઇ વાળા રહે.ટીંબા શંકર મંદિર પાસે (૪) યોગીરાજ દસાભાઇ ધાખડા વાત્સલ્ય સોસાયટી શેરી નં.૧ અમરેલી (પ) તેજસ ઉમેદભાઇ જેબલીયા રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ કવારટર બ્લોક નં.૧૨ લાઠીરોડ અમરેલી (૬) દિગ્વીજય રણજીતભાઇ બસીયા રહે.મુળગથળ તા.ભેસાણ (૭) જયપાલ નટુભાઇ ધાધલ રહે.વરસ્ડા તા.અમરેલી રાજદિપ નિર્મળભાઇ બસીયા રહે.છાણીયા તા.ચોટીલા (૯) ધરમભાઇ શેખવા રહે. ભડલી તા.જસદણનો સમાવેશ થયેલ છે. ઉપરોકત તમામ આરોપીની જાણ મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

(11:53 am IST)