Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

મોરબી રોયલપાર્ક સોસાયટીના પાણી પ્રશ્ને ઉપવાસ આંદોલન : ચુંટણી બહિષ્કારની ચિમકી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૮ : મોરબી જીલ્લામાં ભારે વરસાદે સમગ્ર મોરબી શહેરના ધમરોળી નાખ્યું હતું જોકે હવે મેદ્યરાજાએ વિરામ લીધો છે જોકે બે દિવસથી વરસાદ ના હોવા છતાં નવલખી રોડ પરની રોયલ પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયેલા છે જે અંગે રજૂઆત કરીને થાકી ગયેલા સ્થાનિકોએ ઉપવાસ આંદોલન શરુ કર્યું છે અને પાણીનો નિકાલ ના થાય તો આગામી ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

શહેરમાં ચોમાસાની ઋતુમાં નર્કાગાર સ્થિતિમાં ફેરવાઈ જતું હોય છે નીમ્ભર પાલિકા તંત્રના પાપે મોરબીવાસીઓ માટે મેદ્યમહેર કહેર સાબિત થયો હોય છે તાજેતરમાં ભારે વરસાદ વરસ્યો હતો જેથી મોરબીના નવલખી રોડ પરની રોયલ પાર્ક સોસાયટીમાં દ્યરોમાં પાણી દ્યુસ્યા હતા તો હવે વરસાદના વિરામ બાદ પણ નિકાલની વ્યવસ્થા ના હોવાથી પાણી દ્યરોમાં ભરાયેલા રહે છે દ્યરોમાં પાણી દ્યુસી જતા લોકોની દ્યરવખરીને નુકશાન થયું તું હોય છે જે મામલે રજૂઆત કરીને સ્થાનિકો થાકી ગયા હોય અને આજથી આમરણાંત ઉપવાસ આંદોલન શરુ કરવામાં આવ્યા છે અને જયાં સુધી વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ નહિ કરવામાં આવે ત્યાં સુધી ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે.

છેલ્લા પંદર વર્ષથી ચોમાસા દરમિયાન આ સોસાયટીની પાછળના ભાગમાં આવેલા ખેતરની અંદર વરસાદી પાણી ભરાઈ છે જેના કારણે લોકોના દ્યરની અંદર પાણી ભરાતા હોય છે અને આટલા વર્ષોથી પ્રશ્ન યથાવત છે ત્યારે ચીફ ઓફિસર ગીરીશ સરૈયા જણાવે છે કે ગઈકાલે રજૂઆત લઈને આવ્યા હતા ત્યારે ખાતરી આપવામાં આવી હતી કે બાજુની સોસાયટીમાંથી પાણીનો પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે અને રોયલ પાર્ક બાજુમાં ખેતર છે જે માલિકીનું હોય જેથી પાણી કાઢવા માટે માલિકની મંજુરી લેવામાં આવી છે અને રેલ્વેની દીવાલ હોય જે અંગે પણ મંજુરી મેળવી લીધી છે જેથી વહેલી તકે કામ શરૂ થઇ જશે.

વોર્ડના ભાજપના કાઉન્સીલર પ્રભુભાઇ ભૂત જણાવે છે કે પ્રશ્ન અંગે તેઓ પ્રજાની સાથે જ છે રોયલ પાર્ક અને કારિયા સોસા.ના લોકોની મીટીંગ ગોઠવી હતી અને પ્રશ્નના નિકાલ માટે તેઓ કાર્યરત છે જો કે ચુંટણી નજીક હોય જેથી અમુક રાજકારણીઓના ઇશારે સ્થાનિકોએ આંદોલન કર્યુ હોય તેમ જણાવ્યુ હતુ.

(11:54 am IST)