Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ખોખરા હનુમાન ધામમાં

હનુમાનજીની ૧૦૮ ફુટ ઉંચી પ્રતિમાના નિર્માણમાં ૧ અબજ રામનામની પધરામણી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૮ : ખોખરા હનુમાન અને હનુમાનજીની ૧૦૮ ફુટ ઉંચી પ્રતિમામા એક અબજ રામનામની પધરામણી કરવામાં આવી હતી.

મોરબી તાલુકાના બેલા ભરત નગર વચ્ચે આવેલું આ તીર્થધામ, સમર્થ સદગુરુ પૂજય કેશવાનંદબાપુની તપસ્થળી, સમગ્ર વિસ્તારની આસ્થાનું પ્રતિક, જેની માનતાથી અસંભવ કાર્ય સંભવ થાય છે અને સંખ્યાબંધ લોકોને તેનો અનુભવ છે એવી આ જગ્યા એટલે ખોખરા હનુમાનજી ધામ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પરમ પૂજય માઁ કનકેશ્વરીદેવીજીની નિશ્રામાં અને માર્ગદર્શનમાં અનેકવિધ પ્રવૃત્ત્િ।ઓ અત્રે ચાલી રહી છે. પૂજય શ્રી કેશવાનંદબાપુ વેદ વિદ્યાલય, જયાં ૮૦ થી વધારે ઋષિકુમારો સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે, અત્રે ૪૫ થી વધારે ગાયો ધરાવતી ગૌશાળા કાર્યરત છે, અખંડ રામધૂન, સાધુ સંતો અને અભ્યાગતો માટે અન્નક્ષેત્ર, અને વિશાળ શીખરબદ્ઘ મંદિર નિર્માણાધીન છે. સાથે સાથે ૨૨ ફૂટ ઉંચા પ્લેટફોર્મ પર હનુમાનજી મહારાજની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમા જેની કુલ લંબાઈ ૧૩૦ ફૂટ થશે એ પ્રતિમાનું પણ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છેઆ દિવ્ય અવસર પર કબીર આશ્રમ મોરબીના મહંત પૂ. શિવરામદાસ સાહેબ, પીપળી ગામના પૂ. જયદેવાનંદ બાપુ તથા ભરતનગરના પૂ. ચિદાનંદજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. તથા જે પી જેસ્વાણી સહિતના ભકતગણો એ ધર્મલાભ લીધો હતો. ચમત્કાર સાથે અચરજની વાત એ રહી કે અનરાધાર વરસાદમાં લગભગ દોઢ કલાક જેટલા ચાલેલા આ સમારોહ દરમિયાન વરુણદેવ મેદ્યરાજાએ પણ વિરામ લીધો હતો અને સમગ્ર સમારોહ વિના વિઘ્ને સંપન્ન થયો હતો.

(11:55 am IST)