Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

માળીયાના વેજલપર ગામે સાત પત્તા પ્રેમીઓ ઝડપાયા

મોરબી : માળિયા તાલુકાના વેજલપર ગામે કોળીવાસમાં રહેતા જીતેન્દ્ર હેમજીભાઈ ગડેશીયાના મકાનમાં જુગાર રમતા હોય જેથી પોલીસે દરોડો કરીને જુગાર રમતા જીતેન્દ્ર હેમજીભાઈ ગડેશીયા, ધનજીભાઈ નાનજીભાઈ ઝીન્ઝુવાડિયા, રણજીતભાઈ મગાભાઇ ઝાલા, ગણપતભાઈ નરશીભાઈ ઝીન્ઝુવાડિયા, રવજીભાઈ ભુપતભાઈ ગડેશીયા, અશોકભાઈ હીરાભાઈ ઝીન્ઝુવાડિયા અને જગદીશભાઈ વસંતભાઈ ગોસ્વામી રહે બધા વેજલપર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૫,૪૦૦ જપ્ત કરી છે.

(11:55 am IST)
  • ઓકટોબરના મધ્ય સુધી મુંબઈમાં વરસાદ ચાલુ રહેશેઃ સપ્ટેમ્બરમાં જોરદાર? : જાણીતી વેધરસાઈ ઈન્ડિયા વેધરમેન તેના ટ્વીટર હેન્ડલ ઉપર જણાવે છે કે વરસાદની માત્રા ભલે ઘટી છે પણ પરંતુ ઓકટોબરના બીજા અઠવાડીયા સુધી મુંબઈમાં ચોમાસુ પરત ખેંચાશે નહિ અને સપ્ટેમ્બરમાં વરસાદનો એક જોરદાર ભારે રાઉન્ડ પણ આવે તેવી સંભાવના છે access_time 11:32 am IST

  • કોરોના કાળમાં મધ્‍યપ્રદેશની શિવરાજ સરકારનો મોટો નિર્ણય : લોકોના બાકી રહેલ વીજ બીલ માફ કરવા જાહેરાત : સરકારના આદેશ મુજબ ૧ કિલો વોટ કનેકશન ધરાવતા ગ્રાહકોએ ઓગષ્‍ટ સુધીના તમામ બાકી ચૂકવણા કરી દીધા હતા : લોકોએ હવે એક મહિના માટે બીલ ચૂકવવુ પડશે : બાકીનું બીલ માફ કરાયુ access_time 5:17 pm IST

  • મુહર્રમ જુલુસની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી : કોરોનાકાળમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી ન શકાય : જો જુલુસ નીકળે તો અરાજકતા ફેલાશે : મુહર્રમ જુલુસ માટે કોઇ સ્પષ્ટ સ્થળ નથી હોતું કે જયાં સાવધાની રાખી શકાય access_time 3:49 pm IST