Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સઇદેવળીયામાં જુગાર રમતા ૮ ઝડપાયા

ખંભાળીયાઃ ભાણવડ તાલુકાના સઇ દેવળીયા ગામની વેરાડી-ર ડેમની બાજુમાં આવેલ સીમમાં બાબુભાઇ જેશાભાઇ કારેણા સગર પોતાના વાડીના મકાને જુગારનો અખાડો ચલાવતા હોય જેથી રેઇડ કરી રૂપિયા ૫૮,૬૦૦/ તથા મોબાઇલ ફોન-૭ કિં.રૂ.૨૬૦૦૦/ મોટર સાઇકલ નંગ-પ કિ.રૂ.૨૫૦૦૦/ તથા જુગારના સાધનો મળી કુલ રૂ.૨,૫૯,૬૦૦/ના મુદામાલ સાથે (૧) બાબુભાઇ જેશાભાઇ કારેણા સગર (ર) કીરીટભાઇ પરબતભાઇ ગમારા ભરવાડ (૩) બાબુભાઇ પરબતભાઇ પીપરોતર સગર (૪) અમીતભાઇ ભીખુભાઇ ગોરફાડ સગર (પ) રેનીશભાઇ પ્રવિણભાઇ ભાલોડીયા પટેલ રહે.મોરઝર (૬) કેતનભાઇ માવજીભાઇ બોડા પટેલ રહે.મોરઝર (૭) જેન્તીભાઇ ધરમશીભાઇ હીરાણી (૮) મનસુખભાઇ જેરામભાઇ ગોરફાડ સગરને ઝડપી લીધા હતા.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.ચાવડાની સુચના મુજબ પો.સ.ઇ.શ્રી વી.એમ.ઝાલા, એ.એસ.આઇ.શ્રી અરવિંદભાઇ નુકમ, રામશીભાઇ ભોચીયા, બીપીનભાઇ જોગલ, અજીતભાઇ બારોટ, સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા, વિપુલભાઇ ડાંગર, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ હેડ કોન્સ. શ્રી મસરીભાઇ આહીર, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ભરતભાઇ ચાવડા, અરજણભાઇ મારૂ, બલભદ્રસિંહ ગોહીલ, બોઘાભાઇ કેશરીયા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ.જીતુભાઇ હુણ તથા વિશ્વદીપસિંહ જાડેજા જોડાયા હતા.

(11:56 am IST)