Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

જામકંડોરણામાં ગુજરાત માલધારી સેના દ્વારા ગોચરની જમીન પર દબાણ પ્રશ્ને રજુઆત

જામકંડોરણામાં માલધારી સેના દ્રારા મામલતદારને આવેદન પત્ર પાઠવાયુ (તસ્વીરઃ મનસુખ બાલધા)

(મનસુખ બાલઘા દ્વારા) જામકંડોરણા,તા.૨૮ : જામકંડોરણા તાલુકા માલધારી સેના દ્વારા ગૌચરની જમીનો પરના દબાણ અંગે પગલા લેવા મુખ્યમંત્રીને ઉદેશીને જામકંડોરણા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, હતું જેમાં જણાવેલ છે કે અમારા તાલુકામાં ગૌચરની જમીનો પર ભુ માફીયાઓ દ્વારા ખુબ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવેલ છે એના લીધે પશુપાલકોની હાલત કફોડી બની છે

પશુપાલકો ત્રસ્ત થઈ ગયા છે જેથી  દરેક તાલુકે મામલતદારની આગેવાનીમાં એક સેલની રચના કરવામાં આવે,તાલુકાનું જે ગૌચર મુદે સેલ બનાવવામાં તેમાં ગુજરાત માલધારી સેનાના એક કાર્યકરને કમિટીમાં સ્થાન આપવામાં આવે, આ સેલ દ્વારા તાલુકામાં એક સર્વે કરવામાં આવે કેટલા ગામોમાં દબાણ છે તેની જાણકારી  મામલતદારને કરવામાં આવે, દબાણ દુર કરવા માટે વિના ચાર્જ પોલીસ પ્રોટેકશન આપવામાં આવે, દરેડ ગામમાં પશુ ગણતરી કરવામાં આવે અને સરકારના ધારાધોરણ પ્રમાણે પશુઓ. હીસાબે ગૌચર ફાળવવામાં આવે, પશુપાલકોને વાડા(પશુ રાખવા માટેની જગ્યા) ની આકારણી કરી આપવામાં આવે, દર પાંચ ગામે એક પશુ સારવાર કેન્દ્ર બનાવવામાં આવે,અત્યાર સુધીમાં પશુપાલકો. દ્વારા ઘણા ગામમાં ગૌચરન મુદે અરજીઓ કરીછે તે દરેક અરજીનો જલ્દીથી જલ્દી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

(12:50 pm IST)