Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

પોરબંદર જિલ્લામાં એકથી સવા ઇંચ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૮: જિલ્લામાં ગઇકાલ સાંજથી મોડી રાત્રી સુધી સમયાંતરે વરસી ગયેલ વરસાદ સરેરાશ એકથી સવા ઇંચ નોંધાયો હતો. પોરબંદરમાં એક ઇંચ, રાણાવાવમાં સવા ઇંચ, જળાશય વિસ્તારમાં ખંભાળા અને ફોદાળા બંને જળાશય ઉપર સરેરાશ સવા ઇંચ વરસાદ પડી ગયો હતો.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ૨૬મીમી (૧૨૫૨મીમી) રાણાવાવ ૩૨મીમી (૧૪૭૩મીમી) કુતિયાણા ૬મીમી (૧૩૪૯મીમી) ખંભાળા જળાશય ૩૧મીમી (૧૦૯૬) ફોદાળા જળાશય ૩૦મીમી(૧૫૩૦મીમી) નોંધાયેલ છે.. એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૩૦,૪મીમી ૧૩૫૪.૨મીમી નોંધાયો છે.

જિલ્લામાં આજે સવારથી ધૂપછાંવ વાતાવરણ અને સખ્ત બફારો શરૂ થયેલ છે.(

(12:52 pm IST)