Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ડુમીયાણીમાંથી કોરોના પોઝીટીવ વ્યકિતને રેસ્કયૂ કરીને પાણીમાંથી બહાર કાઢતી અર્બન હેલ્થ ટીમ

( ભરત દોશી દ્વારા )ઉપલેટા,તા. ૨૮:  તાલુકામાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ખૂબ જ વધી રહી છે ત્યારે અર્બન હેલ્થ સેન્ટર અને પીએચસી સેન્ટરની કામગીરી પણ ખુબ જ સરાહનીય રહેલ છે. ઉપલેટા પંથકમા પડેલ ભારે વરસાદના લીધે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાના બનાવો સામે આવ્યા ત્યારે તાલુકાના ડુમીયાણી ગામે રહેતા સંજયભાઈ નારણભાઈ ચૌહાણ નામના ૪૦ વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવતા તેમને ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટર તથા પીએચસી ભીમોરાની ટીમ દ્વારા રેસ્કયુ કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ.આ કાર્યવાહીમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. હેપ્પી પટેલ, પ્રશાંત બારૈયા,કેયુર પરમાર, રોહિત પારદ્યી તથા પીએચસી ભીમોરાની ટીમના ડો.ખુશ્બુબેન, જીવનભાઈ સોંદરવા જયેશ લક્કડ સહિતના જોડાયા હતા.

(12:52 pm IST)