Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

દ્વારકા જીલ્લામાં નાના વેપારીઓના સામૂહિક ચેકીંગ : કોરોનાના રર પોઝીટીવ કેસ નિકળ્યા !!

ખંભાળીયા, તા. ર૮ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૬૦/૭૦ કેસો સ્થાનિક સંક્રમણના હોય ખંભાળીયા સહિત જિલ્લામાં નાના વેપારીઓ, શાક માર્કેટવાળા, ટેંકડીવાળા, રીક્ષાવાળાઓના સામૂહિક ચેકીંગ કરવા માટે ખંભાળીયાના અગ્રણી હિતેન્દ્ર આચાર્યએ તથા સાંસદ પૂનમબેન માડમે પણ તંત્રનું ધ્યાન દોરતા ગઇકાલે ખંભાળીયામાં નાના વેપારીઓનું ટેસ્ટીંગ કરાતા કોરોના કેસમાં અત્યાર સુધીનો રેકોર્ડ થયો હોય તેમ ગઇકાલે રર કેસો આવ્યા છે. જેમાં ખંભાળીયામાં જ પંદર કેસો છે. જેમાં ધરમપુર, ધર્મબાગ, એલ.એન.ડી.પી. પાછળ તથા અન્ય વિસ્તારોમાં આવેલા છે.

ખંભાળીયામાં પંદર ઉપરાંત દ્વારકામાં નવા ત્રણ પોઝીટીવ તથા ભાણવડમાં ચાર મળીને કુલ રર થયા છે. બાવીસ કેસ નીકળતા દેવભૂમિ જિલ્લામા કુલ કેસનો આંક ર૭૭નો થયો છે તથા હાલ એકટીવ કેસોની સંખ્યા ૧૦૯ તથા ૧પ૭ કેસ સાજા થયા છે તથા અત્યાર સુધીમાં ૧પ૭ વ્યકિતઓ સાજા થયા છે.

જાહેરહીતની અરજીના પગલે નામ બંધ કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલ સુધી પોઝીટીવ કેસના નામો જાહેર કરવામાં આવતા હતાં પણ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ દ્વારા ગઇકાલે નામો બંધ કરીને ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહીતની અરજીના પગલે નામ બંધ કરાયા છે.

કોરોના દ્વારકા ભીખાભાઇ દાવાભાઇ જાંજડીયા વિરૂદ્ધ ગુજરાત સરકારના કેસ નં. ૧રર/ર૦ર૦ના ચૂકાદા મુજબ ફોરમેટ નક્કી કર્યું છે તેમ જણાવાયું છે.

૧૧ વ્યકિતઓના મૃત્યુ થયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના મહામારીને કારણે ૧૧ વ્યકિતઓના મૃત્યુ નિપજયા છે જેમાં સૌથી વધુ સંખ્યા ખંભાળીયાની છે.

કેસમાં હજુ વધારો થશે

સ્થાનિક સંક્રમણના વધવાને કારણે દ્વારકા જિલ્લામાં કોરોના મહામારીમાં દોઢ માસે કેસનો પોઝીટીવ આંક રર થયેલો તે ગઇકાલે ૧૪ દિવસમાં ર૧ નીકળતા હવે ત્રીજી સદી કેસ કરવા તરફ આગેકુચ કોરોના પોઝીટીવની થઇ રહી છે.

(12:55 pm IST)