Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સાવરકુંડલાના સુઆયોજીત વિકાસથી પ્રજાજનોને સંતોષ છેઃ ઇકબાલ ગોરી

સાવરકુંડલા, તા.૨૮: નગર પાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને નજીકના દિવસોમાં યોજાવાની હોવાથી વિરોધ પક્ષ પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસી શાસન ને ખોટી રીતે બદનામ કરવાના પેતરા રચી રહ્યા છે પરંતુ તે વાત ખરેખર પ્રજા સારી રીતે જાણી રહ્યા છે.

આ અંગે ઈકબાલ ગોરીએ જણાવેલ હતું કે સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસી શાસન પુરા પાંચ વર્ષ ચલાવ્યું છે તે શાસન વિરોધ પક્ષવાળા કે અને અન્ય રાજકીય પક્ષવાળાઓ આવનારી નગર પાલિકાની ચૂંટણીમાં સત્તા મેળવવા અત્યાર થી ધમપછાડાઓ શરૂ કરી દીધા છે પરંતુ શહેરની જનતા એ ગઇ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકી સત્તાંની શાસનધારા સોંપવામાં આવી અને પાંચ વર્ષ કોંગ્રેસે શહેર અને શહેરની જનતાની સુખાકારી અને શહેરના હિતમાં સરાહનીય કામગીરી કરી છે ટૂંક સમયમાં અઢળક વિકાસ કામોની હારમાળા સર્જી દેવામાં આવશે.

વિરોધ પક્ષ કે અન્ય પક્ષ ને ખબર જ છે કે કોંગ્રેસે કરેલ કામગીરીથી આવતી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા સ્થાને આવશે તેવી વાતથી અમુક સતા લાલચુઓ પ્રજાને લીલા ચશ્મા પહેરાવી સુકેલું ઘાસ લીલું બતાવી રહ્યા છે.

ઈકબાલ ગોરીએ વધુમાં કહ્યુ કે કોંગ્રેસના પારદર્શક વહીવટને ધ્યાને લઇ આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં સાવરકુંડલા શહેરની જનતા ફરી કોંગ્રેસને સતા સ્થાને બેસાડશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. સનાતન સત્ય છે કે કામ કરે તેને લોકો મત આપે એટલે કોંગ્રેસ પક્ષે સત્તા દરમ્યાન કોઇ દિવસ પક્ષપાત કે જ્ઞાતિવાદ કર્યો નથી.

(12:57 pm IST)