Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

વંથલી પોલીસ સ્ટેશનના પાંચ જવાનોને કોરોના : ૧ર પોલીસ કર્મીનો રિપોર્ટ બાકી

(વિનુ જોશી દ્વાર) જુનાગઢ, તા. ર૮: વંથલી પોલીસ સ્ટેશનના પાંચ જવાનોને કોરોના થતા અને ૧ર પોલીસ કર્મીનો રિપોર્ટ બાકી હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ જિલ્લામાં પોઝિટીવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇકાલે વધુ ર૮ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં જુનાગઢ સીટીનાં ૧પ કેસનો પણ સમાવેશ થાય છે.

કોરોનાએ હવે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન બાદ વંથલી પોલીસ મથકને પણ ઝપટમાં લીધું છે. વંથલીમાં પોલીસના પાંચ જવાનો સંક્રમિત થયા છે. આ તમામ પાંચ કોરોનાગ્રસ્ત પોલીસ કર્મીઓને હોમ આઇસોલેટ કરવામાં આવેલ છે. વંથલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પાંચ પોલીસ કર્મીઓને કોરોના થતા અન્ય સાથી જવાનોનાં સેમ્પલ લેવામાં આવેલ છે. જેમાં ૧રર પોલીસ કર્મીનો રિપોર્ટ આવવાનો બાકી છે.

વંથલી પોલીસ મથકના વધુ કોઇ કર્મી સંક્રમિત ન થાય તે માટે સમગ્ર પોલીસ સ્ટેશને સેનીટાઇઝ કરવામં આવ્યું હતું.

જિલ્લામાં ગુરૂવારે નવા ર૮ પોઝીટીવ કેસની સામે ર૯ દર્દી સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

જુનાગઢ જિલ્લામાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા ર૦૩ છે. અને તેના ર૦૦૪ ઘરના ૭૪૩૪ લોકો કન્ટેનમેન્ટ હેઠળ છે.

(1:04 pm IST)