Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ગુજરાત વોટરપાર્ક એસો.ના પ્રમુખ પદે જેતપુરના ધામી

નવાગઢ,તા.૨૭ : ઓલ ગુજરાત વોટર પાર્ક એસો,ની તાજેતરમા સ્થાપના કરાઈ હતી જેમા જેતપુરના બલવંતરાય ધામીની નિમણુક હાથ થઇ હતી. એ મારો ધૂબાકા સમા વોટરપાર્કના માલીકોની એક બેઠક તાજેતરમાં ગીર ઉપવનના કુદરતી વાતાવરણમાં મલી હતી આ બેઠકમાં એસોસીએસનની સ્થાપના કરવાનુ નકકી થયેલને પ્રમુખ તરીકે સર્વાનુમતે જેતપુર બલવંતરાય ધામી ( બલુ સ્વામી )ના નામ ઉપર મહોર લાગી હતી જયારે મહામંત્રી કાલિનદીભાઈ પટેલ ( વડોદરા ), વિપુલભાઈ પટેલ (વિરપુર ), રવિભાઈ પટેલ (વિજાપુર), અજ્ઞય શેઠ (ચોટીલા), રામસીભાઈકમલીયા (વેરાવળ), મફતલાલ પટેલ (અમદાવાદ), નિલેશભાઈ માથૂર (ચોટીલા) તથા જયેસભાઈ પટેલ (મોડાસા)ની નિમણુક કરાઈ હતી આ બેઠક માં મહામારીમાં સૌથી વધુ આર્થીક નુકસાન ધંધાને થઇ રહ્યાની ચર્ચા હાથ ધરાઈ હતી.

(1:02 pm IST)