Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ધોરાજી નગરપાલિકા દ્વારા સુવિધા મળતી ન હોવાથી ટેક્સમાફ કરવા માંગ : મુખ્યમંત્રી ને પત્ર પાઠવી કરાઈ રજુઆત

લોકોને પ્રાથમિક સુવિધા આપવાને બદલે સભ્યોની ખરીદ પરોખ માં સત્તાધીશો રચ્યા પચ્યા :- સી. એસ. પટેલ એડવોકેટ સામાજિક કાર્યકર

ધોરાજી :- ધોરાજી શહેરમાં હાલ વરસાદી માહોલ માં સમગ્ર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવા અને તૂટેલા રોડ રસ્તા સાથે સફાઈ સહિતના મામલે નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા આપવામાં નિષફળ રહી હોય જેથી શહેરીજનોને નગરપાલિકાના ટેક્સ માંથી મુક્તિ આપવા ધોરાજી ના એડવોકેટ અને સામાજિક કાર્યકર સી. એસ. પટેલ એ રાજ્યના મુખ્યમંત્રી ને પત્ર પાઠવી રજુઆત કરી હતી.

વિશેષ રજુઆત માં જણાવેલ કે પાલિકાના સત્તાધીશો ચૂંટાઈ ખુરશી મળ્યા બાદ પ્રજાનું સાંભળતા નથી. સત્તાધીશો આવશયક કામોને બદલે સભ્યોની ખરીદ પરોખ માં રચ્યા પચ્યા રહે છે.

શહેરીજનો ઊંચા કરવેરાના બોજ થી દબાયેલા છે. ત્યારે પાલિકાના સત્તાધીશોએ ફરી મનસ્વી નિર્ણય લઈ 18/7/20 ના ઠરાવ પસાર કરી ભૂગર્ભ ગટર વેરા નિયમન ઘડ્યો છે. જેમાં તમામ રહેણાંક, વેપારીઓ, સહિત પ્રોપર્ટીમાં ભૂગર્ભ ગટર નો ચાર્જ વસુલવામાં આવશે.

ભૂગર્ભ ગટર એ નાગરીક નો બંધારણીય અધિકાર છે. લોકો જે કરવેરો ભરે છે તેના વળતર રૂપે સરકાર દ્વારા સુવિધા અપાઈ છે.
એક તરફ લોકડાઉનની સ્થિતિ બીજી તરફ પ્રાથમિક આવશ્યક સુવિધા મળતી ન હોય રસ્તા અને ભૂગર્ભ ગટર પ્રશ્ને  રસ્તા રોકો આંદોલન થાય લોકોના ઘરમાં ગટરના પાણી ઘુસી જાય અને તેનો ચાર્જ લેવા એ અત્યંત અત્યાચાર ગણાઈ. તેથી લોકોને પાલિકાના તમામ ટેક્સ માંથી મુક્તિ આપવા માંગણી કરાઈ છે.

(7:16 pm IST)