Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

મોરબીની ફેમીલી કોર્ટે પત્નીને ભરણપોષણ નહિ ચુકવનાર પતિને કેદની સજા ફટકારી

આઠ માસનું ભરણપોષણ ચડત થતા કોર્ટે સજા ફટકારી.

મોરબીની ફેમીલી કોર્ટમાં ભરણપોષણ નહિ ચુકવનાર પતિ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી જેને પગલે કોર્ટે ભરણપોષણ નહિ ચુકવનાર પતિને કેદની સજા ફટકારી છે
જે કેસની મળતી વિગતો મુજબ નયનાબેન રમેશભાઈ બારોટ દ્વારા સુરજીતભાઈ ભગવતી પ્રસાદ રાવલ વિરુદ્ધ ફેમીલી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં મોરબી કોર્ટે ભરણ પોષણ મેળવવા અંગે અરજી દાખલ કરી હોય જેમાં કોર્ટે તા. ૨૧-૧૦-૧૯ ના રોજ માસિક રૂ ૫૦૦૦ દર માસે ચુકવવા હુકમ કર્યો હતો છતાં પતિ દ્વારા તા. ૦૭-૧૨-૧૯ થી ૦૬-૦૮-૨૦૨૦ ના ૮ માસ અરજદારને રૂ ૪૦,૦૦૦ રૂ બાકી લેણા નીકળતા હોય જે ચુકવતા ના હોવાથી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેને પગલે કોર્ટ દ્વારા સુરજીતભાઈ ભગવતીપ્રસાદ રાવલને સજા ફટકારી છે જેમાં ફેમીલી કોર્ટે અરજદારની ભરણપોષણ રકમ એક માસના ૫૦૦૦ લેખે ૮ માસના રૂ ૪૦ હજાર નહિ ભરવાના કસુર સબબ દરેક માસની ચડત ભરણપોષણની રકમ ના ભરવા માટે ૧૦ દિવસ પ્રમાણે ગણતા કુલ ૮૦ દિવસની સાદી કેદનો હુકમ કરાયો છે
અને સામાવાળા સુરજીતભાઈ ભગવતીપ્રસાદ રાવલ મોરબી જીલ્લાની હદમાં રહેતા હોય જેથી મોરબી ડીએસપીને વોરંટ, હાલના હુકમની નકલ, બજવણી સંબંધેના શેરા/નિવેદનોની નકલ પૂર્તતા માટે મોકલવા પણ હુકમ કરી ડીએસપી મોરબીને સુચના કર્યું છે કે તેઓ તાત્કાલિક અટક કરી કાર્યવાહી કરે જે કેસમાં અરજદાર પક્ષે મોરબીના એડવોકેટ ભાવેશભાઈ ફૂલતરીયા રોકાયેલ હતા.

(12:54 am IST)