Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ટંકારાના કલ્યાણપર ગામે સોનું ધોવાના બહાને ઠગાઈ કરનાર બે ઝડપાયા

સરપંચની જાગૃતતાથી ગ્રામજનો ઠગાઈનો ભોગ બનતા રહી ગયા

ટંકારાના કલ્યાણપર ગામે સોનુ ધોવાના બહાને બે અજાણ્યા શખ્સો લોકોને છેતરવાની હિલચાલ કરતા ધ્યાને આવ્યા હોય જેથી બંને ઇસમોને ઝડપી લઈને પોલીસને જાણ કરાઈ હતી અને સરપંચની જાગૃતતાથી ગામમાં છેતરપીંડીનો બનાવ બનતા અટકી ગયો હતો
ટંકારાના કલ્યાણપર ગામે બે શખ્સો બાઈક લઈને બજારમાં લટાર લગાવતા હતા અને ચાંદી-સોનુ ધોવા બહાને છેતરપિંડી કરવાની શંકાએ ગામજનો સાથે સરપંચ દિનેશભાઈ વાધરિયાએ આ બન્ને શખ્સોની પુછપરછ કરી હતી. પરંતુ આ બન્ને શખ્સો પોતાનો વ્યવસાય કે વેચાણ અંગે સ્પષ્ટતા નહી કરતા સરપંચે ટંકારા પોલીસ સબ ઇન્સ્પેકટર બી. ડી. પરમારને જાણ કરી હતી અને બે અજાણ્યા ઈસમોને પોલીસ હવાલે કર્યો હતા.
હાલ પોલીસે બન્ને અજાણ્યા શખ્સોની પુછપરછ હાથ ધરી છે તો સરપંચ અને ગ્રામજનોએ જાગૃતતા દાખવતા ચીટીંગ કરવા આવેલ શંકાસ્પદ ઈસમોની કારી ફાવી ના હતી અને અન્ય લોકો પણ આવી જાગૃતતા દાખવે તેવી અપીલ કરી હતી

(12:59 am IST)