Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ભાવનગરના ટીંબીની સ્‍વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્‍પિટલને ૨૦ લાખનો ઓકિસજન પ્‍લાન્‍ટ દાનમાં અર્પણ

ભાવનગર,તા. ૨૮: સ્‍વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્‍પિટલ ટીંબીમાં વતનપ્રેમી અમેરિકા સ્‍થિત લેઉવા પાટીદાર સમાજ ઓફ યુ.એસ.એ.નાં પ્રેસીડેન્‍ટશ્રી નેન્‍સી (નયના) પટેલ, ટાસ્‍કફોર્સ ટીમ લાઇઝર શ્રી હિતેશ પટેલ, પૂર્વ પ્રેસીડેન્‍ટશ્રી બોબી ન્‍યુમેન અને બોર્ડ ઓફ ડાયરેકટરશ્રી દિપક પટેલના માર્ગદર્શન મુજબ સહયોગી સંસ્‍થાઓ એમ.જે. ઇન્‍ડીયાઇન્‍વેસ્‍ટ અને રોટરી ફાઉન્‍ડેશન ઉઘના સુરતના સંપૂર્ણ આર્થિક સહયોગથી આપણી આ હોસ્‍પિટલની કાયમી જરૂરિયાત માટે અંદાજિત રૂા. ૨૦,૦૦,૦૦૦ કિંમતનો પી.એમ.એ. ઓકિસજન પ્‍લાન્‍ટ દાનમાં અર્પણ કરવામાં આવેલ છે. આ ઓકિસજન પ્‍લાન્‍ટના ઉદઘાટનનો કાર્યક્રમ આજરોજ આ સંસ્‍થાના અમેરિકા સ્‍થિત બોર્ડ ઓફ ડાયરેકટર દિપકભાઇ પટેલનાં હસ્‍તે હોસ્‍પિટલના સમગ્ર ટ્રસ્‍ટીમંડળના સભ્‍યશ્રીઓ, ડોકટરશ્રીઓ અને સમગ્ર સ્‍ટાફની ઉપસ્‍થિતીમાં સંપન્‍ન થયેલ. તેમજ ધનસુખભાઇ દેવાણી રોટરી કલબ ઉધના (સુરત)ના સક્રિય મેમ્‍બર પ્રકાશભાઇ પટેલ, ભાલચંદભાઇ પટેલ અને સીએ. શ્રી કે.આર.ભાલાલા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા

 

(10:25 am IST)