Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ચિંતા ચિતા સુધી પહોંચાડશે અને ચિંતન શ્રી કૃષ્ણ સુધી પહોંચાડશે : શાસ્ત્રી પૂ. ભાવેશભાઇ પંડયા

જામનગર જિલ્લાના જોડિયામાં જાણીતા રઘુવંશી અગ્રણી અને સર્જન ડો. હર્ષદભાઇ પ્રેમલાલ ખખ્ખર પરિવાર દ્વારા ગો.વા. નયનાબેન ખખ્ખર તથા સર્વપિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ : આજે બીજો દિવસ : કથા દરમિયાન કાલે બપોરે ૧ વાગ્યે શ્રી નૃસીંહ પ્રાગટય, તા.૩૦ને ગુરૂવારે સવારે ૧૦.૩૦ વાગ્યે શ્રી વામન પ્રાગટય, બપોરે ૧૧.૩૦ વાગ્યે શ્રી રામ જન્મોત્સવ તથા બપોરે ૧ર.૩૦ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવ, નંદ મહોત્સવ ઉજવાશે

રાજકોટ તા. ૨૮ : રાજકોટના જાણીતા રઘુવંશી અગ્રણી અને સર્જન ડો.હર્ષદભાઇ  પ્રેમલાલભાઇ ખખ્ખર પરીવાર દ્વારા ગો.વા.નયનાબેન હર્ષદભાઇ ખખ્ખર તથા સર્વે પિતૃઓના મોક્ષાર્થે તા.ર૭ સપ્ટેમ્બરથી તા.૩ ઓકટોબર સુધી જોડીયાની શ્રી લોહાણા મહાજનવાડી, ભાટીયા શેરી, જી.જામનગર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ ગઇકાલ સવારથી થયો છે.

જામનગર જિલ્લાના જોડીયા ગામમાં ખખ્ખર પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત કથાનો ગઇકાલે પોથીયાત્રા સાથે પ્રારંભ થયો. બાલકૃષ્ણ લાલજીની હવેલીએથી વાજતેગાજતે પોથીયાત્રા નીકળી હતી. જેમાં અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા અને અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા પરિવારજનો જોડાયા હતા.  લોહાણા મહાજન વાડીમાં પોથીજી પધરાવી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે ભાવિકોએ મોટી સંખ્યામાં ભાગવત કથાનું રસપાન કર્યું હતું. આજે કથાનો બીજો દિવસ છે. દરરોજ સવારે ૯.૩૦ થી બપોરે ૧ વાગ્યા સુધી ભાગવત કથાનું રસપાન કરાવશે.

વ્યાસપીઠ પર રાજકોટના આંતરરાષ્ટ્રીય કથાકાર શાસ્ત્રીજી શ્રી ભાવેશભાઈ પંડ્યા મુખિયાજી દાદા બિરાજમાન થઈ કથાનું રસપાન કરાવી રહ્યા છે. આજે શાસ્ત્રી પૂ. ભાવેશભાઇ પંડયાએ મહાત્મ્યની કથાનો સુંદર પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે,  દ્રષ્ટિ(આંખ)ને શ્રી કૃષ્ણ ભગવાન ઉપર સ્થિર કરવા, મનને શ્રીકૃષ્ણ કથામાં જોડવા માટે રાખજો, શ્રી કૃષ્ણ પ્રભુને મેળવવા ગોપીઓની જેમ શ્રીકૃષ્ણનો આશ્રય કરો... ચિંતા છોડી શ્રીકૃષ્ણનું ચિંતન કરો, ચિંતા ચિતા સુધી પહોંચાડશે અને ચિંતન શ્રીકૃષ્ણ સુધી પહોંચાડશે, જીવ તું શીદને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે.

પૂ. શાસ્ત્રી ભાવેશભાઇ પંડયાએ કહ્યું હતું કે, બસ આ ભકિતરૂપી, શ્રીકૃષ્ણની ગાડીમાં સાત દિવસ ભકિતની ટિકિટ લઈને બેસી જાવ તમને તમારી મંજિલ સુધી પહોંચાડી દેશે.

કથા દરમિયાન તા.ર૯ને બુધવારે બપોરે ૧ વાગ્યે શ્રી નૃસીંહ પ્રાગટય, તા.૩૦ને ગુરૂવારે સવારે ૧૦.૩૦ વાગ્યે શ્રી વામન પ્રાગટય, બપોરે ૧૧.૩૦ વાગ્યે શ્રી રામ જન્મોત્સવ તથા બપોરે ૧ર.૩૦ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવ, નંદ મહોત્સવ ઉજવાશે.

તા.૧ ઓકટોબરને શુક્રવારે બપોરે ૧૧ વાગ્યે માખણચોરી લીલા, બપોરે ૧ર.૪પ વાગ્યે ગોવર્ધન લીલા (અન્નકોટ દર્શન) તથા તા.ર ને શનીવારે બપોરે ૧ર.૩૦ વાગ્યે રૂક્ષ્મણી વિવાહ તથા તા.૩ ને રવીવારે બપોરે ૧૧ વાગ્યે સુદામા ચરીત્ર પ્રસંગ ઉજવાશે અને બપોરે ૧ર.૩૦ વાગ્યે કથા વિરામ લેશે. ત્યાર બાદ તા.૩ ને રવિવારે બપોરે ૧ર.૪પ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ વિરામ બાદ તા.૩ ને રવિવારે બપોરે ૩.૪પ થી સાંજના ૬ વાગ્યા સુધી દશાંશ યજ્ઞનું આયોજન કરાયું છે.

સા.રામક્રિષ્ણ કે.ખખ્ખર (વકીલ) સ્વ.દિવાળીબેન આર.ખખ્ખર, સ્વ.નયનાબેન એચ.ખખ્ખરના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માટે અંતરીક્ષમાંથી સ્વ.પ્રેમલાલભાઇ કેવલચંદ ખખ્ખર (વકીલ) સ્વ. જયકુંવરબેન પી.ખખ્ખર, સ્વ.વસંતભાઇ પી.ખખ્ખર (વકીલ) શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા સ્વ.પ્રેમલાલભાઇ કેવલચંદ ખખ્ખર (વકીલ) પરીવાર વતી ગં.સ્વ.પુષ્પાબેન વસંતભાઇ ખખ્ખર, ડો. હર્ષદભાઇ પી.ખખ્ખર (સર્જન), શ્રી રાજેશભાઇ વી.ખખ્ખર, અ.સૌ.નીલાબેન આર.ખખ્ખર, શ્રી મનીષભાઇ એચ.ખખ્ખર (એડવોકેટ) અ.સૌ. ફાલ્ગુનીબેન એમ.ખખ્ખર, ડો.જીમીતભાઇ આર.ખખ્ખર, અ.સૌ.કરીશ્માબેન જી.ખખ્ખર, સૌ.કા. નિરાલી તથા અલય એમ.ખખ્ખર (એડવોકેટ) તથા શ્રીમતી ડો.દેવ્યાનીબેન ચેતનભાઇ હિન્ડોચા, શ્રીમતી સંગીતાબેન જયદીપભાઇ ચંદારાણા, શ્રીમતી નીતાબેન જીજ્ઞેશભાઇ કાનાબાર, શ્રીમતી હિરલબેન રોહીતકુમાર હિન્ડોચા પરીવારે આમંત્રણ પાઠવ્યું છે.

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞને સફળ બનાવવા ડો.હર્ષદભાઇ પી.ખખ્ખર (સર્જન), મનીષભાઇ એચ.ખખ્ખર (એડવોકેટ), અલયભાઇ એમ. ખખ્ખર (એડવોકેટ), 'રઘુવીર' વૈશાલીનગર, ૧-મહિલા કોલેજ પાસે રાજકોટ મો.૯૪ર૭ર રરર૦૪, મો.૯૪ર૬ર ર૯૪૦૮, મો.૭૭૭૮૦ ૦૦૦૯પ દ્વારા આયોજન કરાયું છે.

(10:33 am IST)