Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

મોરબીથી પાંચ દિ'થી ગૂમ થયેલો યુવાન વઢવાણમાં વિજ સબ સ્ટેશન પર ચડી જતાં કરંટ લાગતાં દાઝયો

મુળ ઝારખંડના યુવાનને માનસિક તકલીફઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૮: મોરબી બેલા રોડ પર વેન્ટા કંપની પાસે ભાઇ સાથે રહેતો મુળ ઝારખંડનો યુવાન વિવેક રામચંદ્રભાઇ કુમાર (ઉ.વ.૨૫) પાંચ દિવસ પહેલા મોરબીથી ગૂમ થઇ ગયો હતો. ગઇકાલે સાંજે તે વઢવાણ જીઆઇડીસીમાં ડી માર્ટ સામે વિજ સબ સ્ટેશન પર ચડી જતાં કરંટ લાગતાં દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

વિવેક માનસિક અસ્વસ્થ હોવાનું તેના પરિવારજનોએ કહ્યું હતું. તે પાંચેક દિવસ પહેલા મોરબીથી ભૂલો પડી ગાયબ થઇ ગયો હોઇ સ્વજનો શોધખોળ કરી રહ્યા હતાં. એ દરમિયાન ગઇકાલે તે વઢવાણમાં વિજકરંટ લાગતાં દાઝી ગયો હતો. તેને પોતાના સગાના ફોન નંબર યાદ હોઇ ત્યાંની હોસ્પિટલના સ્ટાફે જાણ કરતાં તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે વઢવાણ પોલીસને જાણ કરી હતી.

(10:34 am IST)