Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ધોરાજી : તાલુકા પંચાયતના કર્મચારીઓને અન્યાય પ્રશ્ને જૂદા મંત્રીઓને રજૂઆત

(કિશોરભાઇ રાઠોડ દ્વારા) ધોરાજી તા.૨૮ : ગુજરાત તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ગાંધીનગર ખાતે રાજય સરકારના જુદા મંત્રીઓ તેમજ સરકારી અધિકારીઓને કર્મચારીઓ ઉપર થતા અન્યાય બાબતે રૂબરૂ મળી રજૂઆત કરી હતી.

ગાંધીનગર ખાતે ગુજરાત રાજયના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા નાયબ ચીટનીસ,નાયબ હિસાબનીશ, વહીવટ અને હિસાબી કેડરના સિનિયર કલાર્ક અને જુનિયર કલાર્ક પોતે જ પોતાને થતાં અન્યાય બાબતે રજુઆત કરવા સ્વયંભુ ગાંધીનગર ખાતે ભેગા થયા હતા. ટીમ ગુજરાત પંચાયત કેડર (વહીવટ અને હિસાબી કેડર)ની ટીમના માધ્યમ થકી બધા કર્મચારીઓ એકી અવાજે ભેગા થયા હતા અને માન.મંત્રી અને અધિકારીશ્ઓ ને પોતાને થતાં અન્યાય જેમ કે સિનિયર કલાર્કની (વહીવટ અને હિસાબી) કેડરની જગ્યા નાયબ ચીટનીસ અને નાયબ હિસાબનીસ કેડરમાં અપગ્રેડ કરવાની રજુઆત કરવા  મળ્યા હતા. ટીમ ગુજરાત કર્મચારી યુનિયન વતી કર્મચારીઓએ ગાંધીનગર ખાતે રાજય સરકારના મંત્રીકનુભાઈ દેસાઇ માન.મંત્રી (નાણાં વિભાગ), બ્રિજેશભાઈ મેરજા , માન.મંત્રી (શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) પંચાયત સ્વતંત્ર હવાલો) વિભાગ, નરેશભાઈ પટેલ માન.મંત્રી (આદિ જાતિ વિકાસ, અન્ન અને નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબતો) વિભાગ તેમજવિપૂલ મિત્રા ,આઇએએસ માન.અધિક મુખ્ય સચિવશ્રી (પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ), ગાંધીનગર. મનીષા ચંદા મેડમ, આઇએએસ માન.સેક્રેટરીશ્રી (નાણાં વિભાગ) ગાંધીનગર અનેજે. ડી. દ્વિવેદી ,નાયબ સચિવશ્રી, (પંચાયત વિભાગ) અને (ગૃહ નિર્માણ) વધારાનો હવાલો, સચિવાલય, ગાંધીનગર ખાતે રજુઆત કરી હતી.

ગાંધીનગર ખાતે વિવિધ જિલ્લાના સ્વયંભુ ભેગા થયેલ કર્મચારીઓએ પોતાના જિલ્લાના માન.એમ.એલ.એ. , મંત્રી અને સાંસદ ને પણ ઉકત અન્યાય બાબતે રજુઆત કરી હતી. તેમ ધોરાજીના તાલુકા પંચાયતના કર્મચારી સંજયભાઈ જોશી એ યાદીમાં જણાવ્યું હતું.

(10:37 am IST)