Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સવારે ઉઘાડ છતાં હજુય વરસાદની સંભાવના

સવારે ભાવનગરમાં ઝાપટા : સર્વત્ર મિશ્ર હવામાનનો માહોલ યથાવત

રાજકોટ, તા. ર૮ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલે આખો દિવસ મેઘાવી માહોલ વચ્‍ચે હળવો ભારે  વરસાદ વરસ્‍યા બાદ આજે સવારથી ઉઘાડ નીકળ્‍યો છે છતાં પણ વરસાદની સંભાવના યથાવત છે.
આજે સવારે ભાવનગરમાં વરસાદી ઝાપટા વરસ્‍યા હતા. આ સિવાય અન્‍ય કોઇ જગ્‍યાએ વરસાદ નોંધાયો ન હતો અને મિશ્ર હવામાનનો મહોલ બરકરાર છે.
જામકંડોરણા
(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા : જામકંડોરણામાં ગઇકાલે બપોરથી વરસાદી માહોલ છવાયો હતો કાલે બપોરથી સાંજે સુધીમાં ધીમીધારે ર૦ મીમી વરસાદ પડેલ છે આ સાથે મોસમનો કુલ વરસાદ ૬૭૦ મીમી થયેલ છે.
ધોરાજી
(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી  : ધોરાજીમાં બપોરથી સાંજ સુધીમાં ૧ ઇંચ જેટલો વરસાદ પડેલ છે. અને ભારે વરસાદથી ફરી નદી નાળાઓમાં પાણી આવેલ અને હવે મેઘરાજા હવે બંધ થાય તો સારૂ
ખેડૂતોનો પાક જેવા કે મગફળી, કપાસ, સોપાબીન તલ સહિતના પાકોમાં વ્‍યાપક નુકશાન છે અને મોસમનો કુલ વરસાદ ૪ર.૮૮ ઇંચ જેટલો વરસદા નોંધાયો છે.
ભુજ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ): રાજ્‍યમાં અન્‍યત્ર વરસાદની આગાહી કરાઈ છે તેની વચ્‍ચે સાંજે કચ્‍છમાં એકાએક વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો અને ભારે પવન સાથે છૂટા છવાયા વરસાદ દ્વારા મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી છે. રાત્રે ૮ વાગ્‍યા સુધીમાં ભુજ અને અંજારમાં બે ઈંચ, રાપર દોઢ ઈંચ, મુન્‍દ્રા, માંડવી, ગાંધીધામ એક ઈંચ, નખત્રાણા, લખપત અડધો ઈંચ વરસાદ પડયો હતો. જોકે, હજીયે વરસાદી માહોલ છે.
ગુલાબ વાવાઝોડાનું દબાણ સમુદ્રમાં મહારાષ્‍ટ્રથી ગુજરાત તરફ વધી રહ્યું છે. તે વચ્‍ચે અમદાવાદ હવામાન કચેરી દ્વારા કચ્‍છમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અપાઈ છે. મંગળવારે હળવાથી મધ્‍યમ વરસાદની, બુધવારે ભારે વરસાદની અને ગુરુવારે ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્‍યાને લઇને વહીવટીતંત્ર દ્વારા જિલ્લા, તાલુકા અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ફરજ બજાવતાં તમામ સરકારી કર્મચારીઓને હેડ ક્‍વાર્ટર ન છોડવા તાકીદ કરાઈ છે. આપાતકાલીન સ્‍થિતિ અંગે જિલ્લા મથકે કન્‍ટ્રોલ રૂમ ઉપર જાણ કરવા સૂચના અપાઇ છે.
ગોંડલ
(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ માં દિવસભર નાં મેઘાવી માહોલ વચ્‍ચે ધીંગીધારે સવા  ઇંચ વરસાદ નોંધાયો છે.વરસાદ ને કારણે શહેર નાં વિસ્‍તારો પાણી પાણી થઇ ગયાં હતાં.અને ટાઢોડું છવાયું હતું
ટંકારા
(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા :  ટંકારા તાલુકામાં સોમવાર સવારથી જ આકાશ વરસાદી માહોલ થી છવાયેલ હતું. ટંકારામાં બપોર ના ૧૨ થી ૨ માં ૫ મીલી મીટર વરસાદ પડેલ,૨ થી ૪ માં જોરદાર ગાજવીજ સાથે દોઢ ઈંચ, ૩૪ મીલી મીટર વરસાદ પડેલ સાંજનાં ૪ થી૬ વાગ્‍યા સુધીમાં ૫ મીલી મીટર વરસાદ પડેલ .આજના સોમવાર સવારનાં ૬ થી મંગળવારનાં સવારનાં ૬ સુધીમાં ૪૪ મીલી મીટર વરસાદ પડેલ. મોસમનો કુલ વરસાદ ૬૪૩ મીલી મીટર વરસાદ નોંધાયેલ છે. મીતાણા ફર્ુીળશફૂઁ ડેમી એક ડેમ તથા બંગાવડી ડેમ ઓવર ફલો થયેલ છે
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ર૯.પ મહતમ, ર૪ લઘુતમ ૯પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાાણ ૩.ર પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.
જામનગર
કાલાવડમાં     ૪૭ મીમી
જામજોધપુર     ૪૧ મીમી
જામનગર     ૭ર મીમી
જોડીયા         ૩૪ મીમી
ધ્રોલ         ૪ર મીમી
લાલપુરમાં     રર મીમી
વરસાદ નોંધાયો હતો.

 

(11:17 am IST)