Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વાંકાનેરમાં ચાલુ વરસાદે અનુભવાયો ભૂકંપનો આંચકો

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૮: 'ગુલાબ' વાવાઝોડાની અસરને પગલે વાંકાનેરમાં બપોરથી જ ગાજવીજ અને વિજ ચમકારા સાથે વરસાદ શરૂ થયો હતો જે હજુ ધીમીધારે રાત્રે પણ યથાવત વરસી રહ્યો છે. આશરે બે થી અઢી ઇંચ પાણી વરસી ચુકયું છે. જયારે સાંજે ૬/રપ વાગ્યે અચાનક ચાલુ વરસાદે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘર બહાર નીકળી ગયા હતા. વરસાદ સમયે જ ભૂકંપનો આંચકો ભય સાથે ચિંતા પણ વધારી રહ્યો છે.

(12:04 pm IST)