Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

શિવરાજપુર જીલ્લા પંચાયત પેટા ચુંટણીમાં ભાજપને જીતાડવા ડો.બોઘરા-બાવળીયા અને બોદર મેદાને

(નરેશ ચોહલીયા) જસદણ,તા.૨૮ : તાલુકાની શિવરાજપુર જીલ્લા પંચાયત પેટા ચુંટણીના અનુસંધાને ભાજપના ઉમેદવાર છગનભાઈ રવજીભાઈ તાવીયાને જંગી બહુમતીથી જીતાડવા માટે ચુંટણી પ્રચારમાં શિવરાજપુર સીટના ૧૦ ગામમાં પૂર્વ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા અને રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર મેદાને આવ્યા હતા. આ ચુંટણી પ્રચારમાં રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી, જીલ્લા ભાજપ ના ખોડાભાઈ , રાજકોટ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ પ્રતિનિધિ નાથાભાઈ વસાણી, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી, મહામંત્રી વનરાજભાઈ ખીંટ સહિતના આગેવાનો જોડાયા હતા.

(12:07 pm IST)