Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

નીકાવાના આણંદપર પાસે બાઇક સ્લીપ થતા લોઠડાના હેમતભાઇનું મોત

વૃધ્ધ નિકાવા રહેતી પુત્રીને મળવા માટે જતા'તા

રાજકોટ,તા. ૨૮: નીકાવાના આણંદપર પાસે બાઇક સ્લીપ થતા લોઠડાના વૃધ્ધનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ લોઠડા ગામમાં રહેતા હેમતભાઇ વિઠ્ઠલભાઇ પરમાર (ઉવ.૬૬) ગઇ કાલે પોતાનું મોટર સાયકલ લઇને લોઠડાથી નિકાવા પોતાની પુત્રીને મળવા માટે જતા હતા. ત્યારે આણંદપર પાસે મોટર સાયકલ સ્લીપ થતા વૃધ્ધને માથાના ભાગે ઇજા થઇ હતી બાદ તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. નિલેશભાઇ ચાવડા અને રાઇટર મીહિરસિંહએ કાર્યવાહી કરી હતી.

(12:09 pm IST)