Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ચોટીલાના ગ્રામ્ય પંથકમાં વરસાદની જમાવટ : નદી નાળા વહેતા થયા : પીપળીયા (ધા) ગામે તૂટેલા કોઝવે ઉપર કાર તણાઇ : લોકોએ કર્યું રેસ્કયુ

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા.૨૭ : ગઇકાલે ચોટીલા શહેર કરતા ગ્રામ્ય પંથકમાં વરસાદ જોરદાર વરસ્યો છે.જેને ને કારણે અનેક નદી નાળામાં પાણીનું પુર વહેતા થયા હતા. પીપળીયા ગામે નદી પરનું તુટેલુ નાળું વધુ ધોવાયુ હતું અને નદીમાં ઘસમસતા પૂર આવેલ હતા.

ગામની અંદર દુઃખદ પ્રસંગે લૌકીક કામે આવેલાં લોકોની સ્કોર્પિયો ગાડી કોઝવેમાં તણાઈ હતી જે આગળ જતા ફસાઇ ગયેલ હતી જેને ટ્રેકટર પાછળ બાંધી લોકોએ સહીસલામત ગાડી અને ચાલકને નદીના ધસમસતા પાણીમાંથી બહાર કાઢ્યા હતા. સદ્દનસીબે ગ્રામજનો ટાઇમસર નદીકાંઠે પહોંચ્યા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

પીપળીયાથી ચોટીલા તરફનાં રસ્તા ઉપર કોઝવે ધોવાયો હોવાથી ગામ જાણે બન્યુ સંપર્ક વિહોણું બનેલ હતુ. શહેર તરફનો માત્ર એકજ રસ્તો હોવાથી રસ્તા ઉપર આવેલું બેઠું નાળું ઘણા વર્ષોથી ટૂટી ગયું હોવાથી દર વર્ષે ચોમાસામાં ગામના લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડે છે. ગ્રામજનો એઅનેકવાર સરકારમાં રજુઆત કરી હોવાં છતાં નાળાંનો આજદિન સુધી કોઇ ઉકેલ આવેલ નથી.

(12:11 pm IST)