Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

જૂનાગઢ પોલીસનાં ઇતિહાસમાં જિલ્લાની પ્રથમ GUJCTOC ની કાર્યવાહી

વિસાવદરનાં ધારાસભ્યનાં પિતરાઇ પરનાં હુમલામાં ૯ માંથી પાંચ આરોપીઓ સામે હવે લાંબી કાયદાકીય આટી કસાઈ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા., ૨૮: ધારાસભ્ય હર્ષદ રીબડીયાનો પરિવાર દાદાગીરી અને લુખ્ખાગીરીનો ભોગ બન્યો હતો. જોકે, આ દ્યટનામાં હુમલો કરનારા પર જૂનાગઢ પોલીસે લાલ આંખ કરી છે.

પોલીસે ૯ પૈકીના પાંચ આરોપીઓ સામે GUJCTOC નુ હથિયાર ઉગામ્યું છે. પોલીસે આ  બ્રહ્માસ્ત્ર  છોડતા પાંચ આરોપીઓ સામે હવે લાંબી કાયદાકીય આટી કસાઈ ગઈ છે.

આ હુમલામાં હર્ષદ રીબડીયાના પિતરાઈને ટાંકા આવતા દાખલ કરવા પડ્યા હતા. સમગ્ર દ્યટનાના પગલે વિસાવદરમાં ભારેલા અગ્નિની સ્થિતિ હતી. આ જૂનાગઢ જિલ્લાની પ્રથમ GUJCTOC ની ફરિયાદ છે.

ફરીયાદી રાજેશભાઇ ધીરૂભાઇ રીબડીયા રહે. વિસાવદર વાળાને આ કામના આરોપી (૧) નાસીર રહીમભાઇ મૈતર (ર) ઇમત્યાઝ ઉર્ફે પોપટ જાવીદભાઇ બ્લોચ (૩) કપીલ દુલાભાઇ દાફડા (૪) ટોની (પ) ભુરો યુનુસભાઇ સમા (૬) નાજીર ભૈલી (૭) સોયબ (૮) રીઝવાન ઉર્ફે ભુરો વલીભાઇ (૯) અફઝલ ઇસ્માઇલભાઇ બ્લોચ વાળાઓએ ગે.કા. મંડળી રચી તીક્ષ્ણ હથીયાર ધારણ કરી ફરીયાદીના ભત્રીજા રાજન સાથે આ કામના આરોપી નં. ૧નાએ ઝઘડો કરેલ હોય જે કારણે ફરી તથા સાહેદ હાર્દિક હરખાણી તથા રાજન તથા જય ઘરે જતા હોય ત્યારે અગાઉના મનદુખના કારણે આરોપીઓ પોતાની ફોરવ્હીલ તથા ટુ વ્હીલમાં આવી ફરી નુ મો.સા. રોકી તથા સાહેદોને આંતરી ફરી.ને આરોપી નં.ર નાએ તલવાર વડે ડાબી આંખ ઉપર કપાળના ભાગે જીવલેણ હુમલો કરી ઇજા કરી તેમજ સાહેદ રાજન ઉપર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ સાહેદ રાજને ઘર પાસે પાર્ક કરેલ વાહનમાં તોડફોડ કરી નુકશાન કરી સાહેદ હાર્દિક હરખાણીના ઘરે જઇ મો.સા.માં તોડફોડ કરી ઘરમાં ગે.કો. પ્રવેશ કરી ઘરમાં તોડફોડ કરી ઘરમા રાખેલ સોનાની ચેન લઇ જઇ તથા સાહેદોને તલવાર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો.

જુનાગઢ રેન્જના નાયબ પોલસ મહાનીરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવી તેજા વામસશેટ્ટી દ્વારા જુનાગઢ જીલ્લામાં ચાલતી ગે.કો. પ્રવૃતીને સદતર ડામી દેવા અને આવી ગે.કા. અને ગુન્હાહીત પ્રવૃતી કરતા ઇસમો ઉપર ધોંસ બોલાવી તેઓને દબોચી લેવા માટે જરૂરી માર્ગદર્શન તથા સુચના કરવામાં આવેલ હોય. જે આધારે જુનાગઢ વિભાગ જુનાગઢના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.જી.જાડેજા તથા જુનાગઢના ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના ઇચા. પો.ઇ.શ્રી એચ.આઇ.ભાટી તથા પો.સ્ટાફના પો.હે.કો. શબ્બીરખાન બેલીમ, દિપકભાઇ બડવા, ધર્મેશભાઇ વાઢેર દ્વારા ઉપરોકત ગુન્હાના કામે સંડોવાયેલા તમામ આરોપીઓને નશ્યત કરી ધોરણસરની કાર્યવાહી કરી વિસાવદર પો.સ્ટે.ને સોંપી આપતા વિસાવદર પો.સ્ટે.ના પો.ઇ.શ્રી એન.આર.પટેલ દ્વારા ઉપરોકત ગુન્હાના આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટ દ્વારા તમામ આરોપીઓના જેલ વોરંટ ભરી આપતા જેલ હવાલે કરવામાં આવેલ છે.

 આ તમામ પાંચેય આરોપીઓ એકબીજા સાથે ઉપરના ગુન્હાઓમા ભૂતકાળમાં પકડાયેલ હતા અને એક ગેંગ સ્વરૂપે હતા. તેમજ પાંચેય આરોપીઓની ગેંગ વિરૂદ્ધ લોકોને આ ગેંગના ભય અને ત્રાસમાથી છોડાવવાના ભાગરૂપે તથા આ ગેંગ વિરુદ્ધ ખાનગીમાં પણ જાણ્યા મુજબ અસંખ્ય ફરિયાદો હોઈ, જેઓ વિરુદ્ધ ફરિયાદ કરવા લોકો જાહેરમાં આવતા ના હોય, આ ગેંગનાં અસ્તિત્વને નાશ કરવાના ભાગરૂપે અને સંગઠીત ગુનાખોરીને ઠામી દેવા માટે પાંચેય આરોપીઓની ગેંગ વિરુદ્ધ ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઇમ (જીસીટીઓસી) એકટ મુજબ શ્રી પી.જી.જાડેજા ના.પો.અધિ. જૂનાગઢ વિભાગ, જૂનાગઢની દેખરેખ હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. એચ.આઇ. ભાટી તથા એ.એસ.આઇ.સામતભાઇ બારીયા તથા પો.હે.કો. જે.એચ.મારૂ, એન.એમ.પટેલ, દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને આ કામે શ્રી સરકાર તરફે ક્રાઇમ બ્રાન્ચ,ના ઇંચા.પો.ઇ. એચ.આઇ. ભાટી દ્વારા ફરિયાદી બની, વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે અલગ ગુન્હો દાખલ કરાવતા આગળની તપાસ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરીમાં પોલીસ અધિક્ષક  રવિ તેજા વાસમસેટ્ટી તથા  પી.જી.જાડેજા ના.પો.અધિ.શ્રી જૂનાગઢ વિભાગ, જૂનાગઢ તથા ઇંચા પો.ઇન્સ.શ્રી એચ.આઇ.ભાટી તથા વિસાવદર પો.સ્ટે.ના પો.ઇ.શ્રી એન.આર.પટેલ,એસ.ઓ.જી.ના પો.સ.ઇ.શ્રી જે એમ.વાળા તથા એ.એસ.આઇ. સામતભાઇ બારીયા તથા પો.હે.કો. જીતેષ મારૂ, નિકુલ પટેલ તથા અન્ય સ્ટાફ  કરી હતી.

(1:05 pm IST)