Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

જામનગરમાં શ્રેષ્ઠ ગણપતિ મહોત્સવનો હકુભા દ્વારા સન્માનિત પ્રસંગ યોજાયો

જામનગર તા. ૨૭ : વર્ષોની પરંપરા મુજબ શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આ વર્ષે પણ શ્રેષ્ઠ ગણપતિ મહોત્સવ ર૦ર૧ના સન્માનીત કાર્યક્રમમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંત શ્રી ચત્રભુજદાસજી એ સંબોધન કરતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની સમાજ સેવાને બીરદાવી હતી અને વરસાદી વાતાવરણની જેમ ધર્મનું વાતાવરણ પણ ઉભું કરવાનુ ંકામ ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રહયું છે.

જામનગરમાં ગુર્જર સુથાર જ્ઞાતિના વિશ્વકર્મા ભવન ખાતે ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા શ્રેષ્ઠ ગણપતિ મહોત્સવ ર૦ર૧ના સન્માનીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટ્રસ્ટ દ્રારા છેલ્લા ૧૧ વર્ષથી ગણપતિ મંડળોને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વોર્ડનં. ૧ થી ૩ અને વોર્ડનં. ૪ અને ૧૦માં કુલ ગણપતિ મહોત્સવનું આયોજન જુદા–જુદા મંડળો દ્વારા થાય છે.

આ કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોનું સ્વાગત પુર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ સંસ્થાની પ્રવૃતિનો ચિતાર આપ્યો હતો ત્યારબાદ પુર્વ શહેર ભાજપ અઘ્યક્ષ હસમુખભાઈ હિંડોચાએ સંસ્થાના પ્રમુખ એવા ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રવૃતિને બિરદાવતા જણાવ્યું હતું કે ભારત દેશ સંસ્કૃતિની ભુમિ છે દેશમાં ૩૬પ દિવસ કોઈને કોઈ ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે. જેમાં ગણેશ મહોત્સવનું વિશેષ મહત્વ ગણાવ્યું હતું. ત્યારબાદ પુર્વ મેયર દિનેશભાઈ પટેલે તેમજ નોબતના તંત્રી પ્રદિપભાઈ માધવાણીએ ધારાસભ્ય અને ટ્રસ્ટની પ્રવૃતિને બિરદાવી હતી.

જામનગરના પ્રથમ નાગરિક એવા બિનાબેન કોઠારીએ ગણપતિ મહોત્સવના  સન્માનની સાથે–સાથે જૈન સમાજના તપસ્વીઓના સન્માનના કાર્યક્રમને બિરદાવ્યો હતો અને ટ્રસ્ટની પ્રવૃતિને આવકારી હતી. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષભાઈ કટારીયાએ ગણપતિ મહોત્સવને સમાજ માટે સંગઠીત બનવાના કાર્યક્રમ ગણાવ્યો હતો. આ પ્રસંગે  શહેર ભાજપ અઘ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ તેની આગવી શૈલીમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ અને તેમના ચેરમેન દ્રારા અનેક વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. સાથે–સાથે શિક્ષણ અને ધર્મને સાથે જોડી વિવિધ પ્રવૃતિ દ્રારા સમાજસેવાના કાર્યો કરવા બદલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)ને બિરદાવ્યાં હતા. આ પ્રસંગ પુર્વ સરકારી વકિલ અને પટેલ સમાજના આગેવાન દિનેશભાઈ વિરાણીએ ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)ના કાર્યોને તેમજ તેના ટ્રસ્ટ દ્રારા થતી પ્રવૃતિને આવકારી હતી.

આ પ્રસંગે જામનગર શહેરના જુદા–જુદા સમાજના તથા જુદી–જુદી સંસ્થાઓના આગેવાનો શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, ખબર ગુજરાત દૈનિકના તંત્રી વિપુલાઈ કોટક, મેનેજિંગ તંત્રી નિલેષભાઈ ઉદાણી, જયેશભાઈ મારફતીયા, ધીરૂભાઈ કારીયા, જામનગર શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ બાભંણીયા, વિજયસિંહ જેઠવા, મંત્રી પરેશભાઈ દોમડીયા, દિલિપસિંહ કંચવા, ભાવીશાબેન ધોળકીયા, દયાબેન, જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, કૃપાબેન ભારાઈ, સુભાષભાઈ જોષી, પરાગભાઈ પટેલ, અલ્કાબા જાડેજા, પન્નાબેન કટારીયા, કેસુભાઈ માડમ, પૃથ્વીરાજસિંહ ઝાલા, પાર્થભાઈ જેઠવા, મુકેશભાઈ માતંગ, ક્રિષ્નાબેન સોઢા, મહિલા મોરચાના પ્રમુખ રિટાબેન જોટંગીયા, યુવા મોરચા પ્રમુખ દિલિપસિંહ જાડેજા, કિશાન મોરચા પ્રમુખ અશ્વિનભાઈ તાળા, નારી શકિત ગ્રુપ પ્રજ્ઞાબા સોઢા, વનિતાબેન દેસાણી, વર્ષાબેન રાઠોડ, ઉષાબા ચાવડા, વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશભાઈ ભટૃ, નરેનભાઈ ગઢવી, અકબરભાઈ કકલ, વિજયસિંહ ગોહિલ, રાજુભાઈ નાનાણી, પુર્વ કોર્પોરેટર અનવરભાઈ સંઘાર, ઉમરભાઈ ચમડીયા, અનલિભાઈ બાબરીયા,  ભરતસિંહ જાડેજા,  સી.એમ. જાડેજા, દિલિપમામા, દિપકભાઈ વાછાણી, કે.જી. કનખરા, પી.ડી.રાયજાદા, દિલિપસિંહ જેઠવા, જગતભાઈ રાવલ, ચિરાગભાઈ પંડયા, દિલિપભાઈ ધ્રુવ, પ્રવિણસિંહ કે. જાડેજા, દલપતસિંહ પરમાર, પ્રદ્યુમનસિંહ જાડેજા, દિનેશભાઈ માલધારી, વિનય જાની  ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પ્રવિણસિંહ કે. જાડેજાએ કર્યું હતું.

(1:05 pm IST)