Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

જામનગર વ્હોરા સમાજ દ્વારા સહાય

જામનગરઃ દાઉદી વ્હોરા સમુદાયે પુરના કારણે અસરગ્રસ્ત લોકોની મદદ માટે પ્રોજેકટ રાઇઝ રીલીફ પ્રોગ્રામ શરૂ કર્યો છે. સર્વેસમાજના પુર પીડીતોને રાંધેલ ભોજન, સુકા, રાશન અને ઘરવપરાશની જરૂરીયાતો આપવા માટે તાજેતરમાં સમુદાય દ્વારા રાહત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મેયર બિનાબેન કોઠારી, એસ.પી.નિતેશભાઇ પાંડેય, પી.આઇ. જલુ દાઉદી વ્હોરા સમુદાયના વડા આમીલ મુસ્તાઅલીભાઇ મોહયુદદીનભાઇ હાજરરહેલ. દાઉદી વ્હોરા સમાજના વડા આમીલએકહ્યું કે, ''ઓછા ભાગ્યશાળીઓ પ્રત્યે દયા બતાવવી અને જરૂરીયાતમંદ લોકોને મદદ કરવી એ અમારા ધર્મગુરૂ હીઝહોલીનેશ સૈયદના મુફદદલ સૈફુદીન સાહેબના માર્ગદર્શક સિધ્ધાંતો છે.''ભારે વરસાદને કારણે જામનગરના કેટલાક વિસ્તારોમાં વિક્ષેપ પડયો છે. જેના કારણે કાલાવડ નાકા બહાર અને નાગેશ્વર આસપાસના વિસ્તારોમાં ઘણા પરિવારો ખોરાક અને પાણી વગરના હતા. જરૂરિયાતના આ સમયમાં ટેકો આપવા માટે વિવિધ પ્રદેશોમાંથી સંસાધનો એકત્રિત કરી રહ્યા છે.

(1:06 pm IST)