Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

જામનગરમાં એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા આશાપુરા માતાજીના મઢે જતા પદયાત્રીઓનું સન્માન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૮ : જામનગર શહેર અને જિલ્લામાં ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓ ચલાવતી સંસ્થા શ્રી એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા જામનગરથી પદયાત્રા કરીને આશાપુરા માતાજીના મઢે દર્શને જઈ રહેલા પદયાત્રી સંઘનું સન્માન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ અન્ય આગેવાનો દ્વારા આશાપુરા માતાજીના રથને ફૂલહાર અને પૂજન કરી તમામ પદયાત્રીઓનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું.

 જામનગર શહેર માંથી પ્રતિવર્ષ અનેક પદયાત્રીઓ આશાપુરા માતાજીના મઢે પદયાત્રા કરીને દર્શનાર્થે નીકળે છે. તેવા શ્રી ધણશેરીયા હનુમાન પદયાત્રી સંઘનું શ્રી. એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જામનગરના ગુલાબનગર રોડ પર તમામ પદયાત્રીઓનું સ્વાગત અને અભિવાદન કરવા માટેનો સેવા કેમ્પ ઉભો કરાયો હતો. જયાં શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી કિશનભાઇ જીતુભાઈ લાલ, વેલજીભાઇ નકુમ, લખનભાઈ ડાંગર, દિવ્યેશભાઇ રાઠોડ, નીકુલદાન ગઢવી, વિપુલભાઈ બગથારિયા, હરેશભાઈ અગ્રાવત, રાજેન્દ્રભાઈ પરમાર, પ્રવીણભાઈ પરમાર, રમેશભાઈ ગોહિલ, તુલશીભાઈ નકુમ, જીતુભાઈ પરમાર, દિનેશભાઇ નકુમ, હરુભા જાડેજા, મહેશભાઇ પરમાર, તુષારભાઈ પરમાર, અશોકભાઇ મોંઢા, સંજયભાઈ આઈ. જાની, સુનિલભાઈ આશર, જયેન્દ્રસિંહ સોઢા, દક્ષાબેન અગ્રાવત, ઊર્મિલાબેન બગથારિયા, લીલાવંતીબેન પરમાર, મીનાક્ષીબેન પનારા, હિનાબેન અમલાણી વિગેરે  દ્વારા પદયાત્રા સાથે જોડાયેલા માંઆશાપુરા ના રથ નું સ્વાગત કરવામાં આવ્યું હતું, અને માતાજીની પ્રતિમાને ફુલહાર કરી પૂજન કર્યું હતું.  શ્રી ધણશેરીયા સંઘના પ્રવીણભાઈ કણજારીયા, વિનોદભાઇ નકુમ, દિનેશભાઇ નકુમ સહિતના ૧૫૦ જેટલા પદયાત્રા સંઘમાં જોડાયેલા હતા.

ઉપરાંત જામનગરથી કચ્છ માતાનામઢ સુધીની પદયાત્રા સાથે જોડાયેલા પદયાત્રીઓનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું, અને પદયાત્રીઓ દ્વારા શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીગણ તેમજ આમંત્રિત મહાનુભાવોનો આભાર વ્યકત કર્યો હતો.

(1:07 pm IST)