Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ગુજરાતની જેમ કેન્દ્ર પણ નો-રીપીટ થીએરી લાગુ કરી બતાવે

વિજયભાઇ રૂપાણીએ હસતા મુખે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ ધરી દીધું એ કામ સૌરાષ્ટ્રના સપૂત જ કરી શકેઃ સૌરાષ્ટ્રમાં ત્યાગ અને બલીદાન આપનાર પુજાય છે તેનો ઇતિહાસ સાક્ષી પુરે છે

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૮: ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિવેદન શબ્દોની નોંધ લેવી જોઇએ તે એક માત્ર સૌરાષ્ટ્રનો સપૂત જ સત્ય સ્વીકારી શકે અને હસતે મુખે રાજીનામુ આપી શકે. આમ એ ઇતિહાસ સાક્ષી પુરે છે કે સૌરાષ્ટ્રમાં ત્યાગ અને બલીદાન આપનારના પાળીયા પુજાય છે. વિજયભાઇ રૂપાણી જૈન છે તેમાં પણ સ્થાનકવાસી જૈન ધર્મનો સિધ્ધાંત પાયા મુળનો વૈરાગ્ય-ત્યાગનો રહેલ છે. અને તે સાર્થક કરી આપેલ છે. આમેય જૈન ધર્મના આદ્યસ્થાપક શ્રી નેમીનાથ લઇ મહાવીર સ્વામી સુધી ચોવીસ તિર્થકર પુજનીય છે. ત્યાગ સમર્પણ ભાવના વર્ણાયેલ છે.

ચોવીસ તીર્થકર મહાવીરની તપશ્ચર્યા-ત્યાગ, સહનશિલતા તેઓના જીવનકાળમાં જોડાયેલ છે. ધણેન્દ્રનાગની કથા, મહાવીર સ્વામીના કર્ણમાં ખીલા મારવા અગ્નિસ્પર્શ જે સહન શિલતા સમર્પણ અહિંસા બતાવે છે. તે જ તિર્થકર સુધી પહોંચેલ છે. કેળવજ્ઞાન મહીલા આવી જ રીતે આપણી ભારતીય સંસ્કૃતિમાં વિષ્ણુના ચોવીસ અવતારોમાં બૌધ અવતારને પ્રાધાન્ય આપેલ છે.

તાજેતરમાં ગુજરાતમાં ચુંટણી સમયસર થશે તેવી જાહેરાત કરી દેવામાં આવેલ છે. હજુ કોરોના સંક્રમણે સંપુર્ણ વિદાય થઇ નથી. તેની અસર દેખાય છે. ત્રીજી લહેરનો છુટક છુટક પ્રવેશ શરૂ થયો છે. સાથે સાથે નવતર રોગનો પગપેસારો છે.  ડેન્ગ્યુ મેલેરીયા ટાઇફોડ ઝાડા ઉલ્ટી નબળાઇ આકરા તાવ  વિગેરે રોગના વાયરસ માથુ ઉંચકી રહયા છે. ત્યારે ગુજરાતમાં સમયસર ચુંટણી વિધાનસભાની યોજાશે તેવી જાહેરાત ચુંટણી અધ્યક્ષ કરી દીધેલ છે. પગલુ ઉતાવળીયું રાજકીય ઇશારો આપનાર અને સમયનો લાભ ઉઠાવવા તક ઝડપી છે. જે ખરેખરી રીતે લોકશાહી શાસનમાં વિચારણા માંગે છે. ચુંટણી પંચ સ્વતંત્ર દખલીરી કામ કરી રહેલ છ. બંધારણનું ટ્રસ્ટી પાલન કરે છે?

ગુજરાતનમાં નો રીપીટ થીયરી નીચે પ્રૌઢ વ્યકિત અને યુવા વયની ભાજપ સરકારની રચના ખડીયાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઇ પટેલના નેતેૃતવ વાળી સરકાર કેન્દ્રની રચના થઇ તેમને આવકારીએ પુર્વ સરકારમાં જે ક્રાંતી વહીવટની રહી છે. ભ્રષ્ટાચારનો અજગરે ભરડો લીધો તેમાંથી સંપુર્ણ મુકિત નહી પણ રાહત અપાવશે સ્થાનીક ગ્રામ્ય પંચાયતથી લઇ મહાનગર પાલીકા શાસનમાં સઓ ભ્રષ્ટાચાર કથળેલ વહીવટ લોક ફરીયાદ દુર કરાવી શકશે? નિયામકશ્રી સેક્રેટરીશ્રીની બદલી કરાવયેથી શું લાભ?

હાલના તબક્કે મહત્વપુર્ણ રીતે બે વ્યકિતનો પક્ષ વચ્ચે પ્રભુત્વનો દાવો આગળ ધરાયેલ છે. તે માટે માટે સમય આવે ભેદી મૌન શું પરીણામ આપશે ?  વિરોધ નહી પરંતુ સાથે રહી પગ પહોળા કરવાનીે નીતી સમાવવામાં આવશે. અને ચુંટણી પરીણામ બતાવશે. હાલના તબક્કે મૌન  એ જ મોટુ શસ્ત્ર છે. અને ભવિષ્યનું સબળ-મજબુત હથીયાર છે. ચર્ચા એ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ વર્તમાન કેન્દ્રના ગૃહમંત્રી અમીતભાઇ શાહની જોડીની ભારે ચર્ચા છે. વર્તમાન વડાપ્રધાનશ્રી પણ જૈફ ઉંમર તરફ તેમજ ગૃહમંત્રી અમીતભાઇ શાહ પણ જૈફ ઉંમરની યાત્રા તરફ આગળ વધી રહયા છે. ત્યારે તેઓશ્રીએ પણ ભાજપના શિસ્તબધ્ધ સૈનિક કાર્યકર તરીકે નો રીપીટ થીયરીના મુદા ઉપર કેન્દ્ર સરકારના બિરાજમાન મંત્રીશ્રીઓના રાજીનામા લઇ સ્વૈચ્છીક રીતે  આ બંને મહાનુભાવો નૈતીક ફરજ જવાબદારી સિધ્ધાંત પક્ષની નિષ્ઠા ધ્યાને રાખી નો-રીપીટ થીયરી પર કેન્દ્રમાં સરકાર બદલશે? હાલ મૌન છે જો કે ગુજરાતને આ નિયમ લાગુ પડતો હોય તો કેન્દ્રને પણ લાગુ પડવો જોઇએ. તેવો સિધ્ધાંતને વળેલા ભાજપ પક્ષે મોટાભાગના મતદાતાઓનો ગણગણાટ છે. સ્વૈચ્છીક રીતે મમહાનુભાવોનો રીપીટ થીયરીના મુદા પર પોતાના પદ પર નિસંકોચ કોચવાટ કર્યા વગર સ્વૈચ્છીક રાજીનામા ધરી દઇએ અને સાચી તટસ્થ લોકશાહીનું દર્શન કરાવશે?  સિધ્ધ હસ્ત નિષ્ઠવાન કર્તવય શિલ ગણાય છેે આર.એસ.એસ. પણ આ બાબતમાં મૌન કેમ છે?

(1:10 pm IST)