Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વાંકાનેરમાં બે ઇંચ વરસાદ : ભાટીયા સોસાયટી અને તાલુકાના સરધારકા, જામસરમાં વીજળી પડી

( હિતેશ રાચ્છ દ્વારા ) વાંકાનેર,તા.૨૮ : વાંકાનેર શહેર માં ગઈકાલે સાંજે કડાકા ભડાકા સાથે દિવસ ના રાત્રી જેવા અંધારામાં વીજળીના સતત ઝમકારા સાથે એક ઈંચ અડધો કલાકમાં જ પડી ગયેલ તેમજ ગઈકાલે ચોવીસ કલાકનો ૫૫ મી મી વરસાદ એટલે કે બે ઈંચ વરસાદ પડેલ હતો અને વાંકાનેરમાં મોસમનો આજ સુધીનો ૪૮૧ મી મી વરસાદ પડેલ છે વાંકાનેર નાયબ મામલદાર પટેલ સાહેબના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે અતિભારે વરસાદ સાથે વાંકાનેર શહેર માં આવેલ ભાટિયા સોસાયટી માં આવેલ બ્રાહ્મણની ભોજનશાળા પાસે વીજળી પડેલ હતી તેમજ વાંકાનેર તાલુકાના સરધારકા , જામસર માં પણ વીજળી પડેલ હતી કોઈ જાનહાની થયેલ નથી વાંકાનેર શહેર માં તેમજ કુવાડવા, ખેરવા, સીધાવદર, અમરસર, ઢૂવા  તેમજ વાંકાનેર તાલુકામાં બધી જગ્યાએ ગઈકાલે વરસાદ પડેલ છે ગઈકાલે સાંજે ૬ વાગ્યાં આસપાસ ભૂકંપનો આંચકો આવેલ જે મામલદાર ઓફિસમાં જણાવ્યા અનુસાર આ અંગેની કોઈ માહિતી નથી જે ગાજવીજના અવાઝ હોવાનું મનાઈ રહેલ છે. ગઈકાલે સાંજે અતિભારે ગાજવીજ સાથે વરસાદ આવતા જી, ઈ, બી દ્વારા લાઈટ બંધ કરવામાં આવેલ હતી બે કલાક લાઈટ બંધ રહેલ હતી આ ઉપરાંત આજે સવારે વાંકાનેર થી મોરબી હાઇવે રોડ ઉપર એકદમ ઝાકળ ધૂમ્મસ હતી ,, વહેલી સવારે રાણેકપર પાસે વાહનો ઉભા રહી ગયેલા હતા.

(1:11 pm IST)