Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સાવરકુંડલાના વિજપડીમાં પતિના મૃત્યુ બાદ લાગી આવતા પત્નીનો આપઘાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ર૮: સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે રહેતી જાગુબેન જીતુભાઇ મકવાણા (ઉ.વ.૩ર)ના પતિનું અવસાન થયા બાદ પોતાને હવે એકલુ જીવીને શું કરવુ તેવુ લાગી આવતા પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા પ્રથમ મહુવા આલોક હોસ્પીટલમાં અને વધુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નિપજયાનું વિપુલભાઇ મકવાણાએ સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ધમકી

લાઠી તાલુકાના અડતાળા ગામે કનુભાઇ હરસુરભાઇ વાળા (ઉ.વ.૩પ) તેમજ ચંપુભા ભલુભાઇ  વાળાને વાડીમાં ચાલવાનો સંયુકત રસ્તો હોય જેથી તું કેમ મારી વાડીના રસ્તે ચાલે છે તેવું જણાવી ઘરની ડેલીએ પાઇપ પછાડી ગાળો બોલી ધમકી આપ્યાની લાઠી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

દારૂ જપ્ત

ધારી તાલુકાના દુધાળા ચેક પોસ્ટ ઉપરથી સ્પ્લેન્ડર બાઇક જી.જે. ૧૪ એ.એન. ૬૮પ૭માં ભાવેશ મનુભાઇ બંધીયા રહે. હામાપુર, હાર્દિક જયંતીલાલ ચાંખલા રહે. હામાપુર વાળાને પો.કોન્સ. કિશનભાઇ સોલંકીએ બાઇક, મોબાઇલ અને ૪૮ બોટલ ઇંગ્લીશ દારૂ મળી રૂ. ૩૨,૧૬૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. જયારે સુરેશ રહે. ઉના વાળા સાથે મોબાઇલમાં કોન્ટેક કરી એક અજાણ્યા શખ્સ પાસેથી ઇંગ્લીશ દારૂ મેળવી ગુન્હો કર્યાની ધારી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:13 pm IST)