Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

માં ખોડલનો તેડુંના આગામી કાર્યક્રમ અંગે મીટીંગ મળી

જૂનાગઢ : શ્રીખોડલધામ સમિતિ દ્વારા શિવમ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ ના આત્મ ગૌરવનું પ્રતિક એવા શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આગામી ૨૧ જાન્યુઆરી ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે પાંચ વર્ષની ઉજવણી કરવાના ભાગરૂપે જૂનાગઢ ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ ના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો, સાથે સમસ્ત લેઉવા પટેલ સમાજ ના લોકોની એક મિટીંગ મળી હતી, મીટીંગના પ્રારંભે પધારેલા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલનું લેઉવા પટેલ સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું, નરેશભાઇ પટેલ તેમજ જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ સાથે સમાજના શ્રેષ્ઠીઓ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો. 

(1:36 pm IST)