Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

આવતીકાલે 'નૃત્યભકિત'નો ઓનલાઈન કાર્યક્રમ

શ્રી લોહાણા મહાપરિષદ મુંબઈ - સહ - મહારાષ્ટ્ર મહિલા સમિતિ અને આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર દ્વારા

શ્રી સતીષભાઈ વિઠ્ઠલાણી પ્રમુખ - શ્રી લોહાણા મહાપરિષદ , શ્રીમતી રશ્મીબેન વિઠ્ઠલાણી મહિલા અધ્યક્ષ- શ્રી લોહાણા મહાપરિષદ, શ્રીમતી જયોતિબેન ઠક્કર અધ્યક્ષ - લો.મ.પ. મુંબઈ-સહ-મહારાષ્ટ્ર મહિલા સમિતિ, શ્રી ગીરીશભાઈ ડ્રેસવાલા અધ્યક્ષ- લો.મ.પ. આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર સમિતિ

રાજકોટ : શ્રી લોહાણા મહાપરિષદ મુંબઈ - સહ - મહારાષ્ટ્ર મહિલા સમિતિ તથા આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર દ્વારા આવતીકાલે તા.૨૯ના બુધવારે સાંજે ૪ કલાકે 'નૃત્યભકિત' નામક ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. નૃત્યભકિત- ભકિત અને નૃત્યના સુરેલ સંગમ કાર્યક્રમમાં લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીષભાઈ વિઠ્ઠલાણી, લોહાણા મહાપરિષદના મહિલા અધ્યક્ષ શ્રી રશ્મીબેન વિઠ્ઠલાણી, લોહાણા મહાપરિષદ મુંબઈ સહ મહારાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ શ્રીમતી જયોતિબેન ઠક્કર અને લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર સમિતિના અધ્યક્ષ શ્રી ગીરીશભાઈ ડ્રેસવાલાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાશે. સૌએ આ કાર્યક્રમ નિહાળવા આમંત્રણ અપાયુ છે. આ કાર્યક્રમ માણવા માટે Only on Zoom, Meeting Id : 9909999308, Passcode : LMP. 

આ કાર્યક્રમ માણવા માટે

Only on Zoom, Meeting Id : 9909999308, Passcode : LMP

(1:37 pm IST)