Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

જુનાગઢમાં વેકિસનેશન અભિયાન સફળ ૯૦ ટકા લોકોને પ્રથમ ડોઝ અપાય ગયો

પ્રથમ ડોઝમાં માત્ર ૧૦ ટકા અને સેકન્ડ ડોઝમાં ૪૦ ટકા બાકી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૭: કોરોના સામેની લડાઇમાં કોરોના પ્રતિરોધક રસી જ અમોધ શસ્ત્ર છે ત્યારે જુનાગઢનાં તમામ લોકોનું સંપૂર્ણ રસીકરણ થાય તે કોર્પોરેશન તંત્રનું વેકિસનેશન અભિયાન એકંદરે સફળ રહ્યું છે.

મેયર ધીરૂભાઇ ગોહેલ અને કમિ શ્નર રાજેશ તન્નાનાં માર્ગદર્શનમાં શહેરમાં રસી કરણની કામગીરી સારી રીતે થઇ રહી છે.

મનપાનાં મેડિકલ ઓફિસર ડો. રવિ ડેડાણીયા અને તેમની ટીમની સતત દોડધામ અને જાગૃતિ માટેનાં પ્રયાસોને લઇ અત્યાર સુધીમાં ૯૦ ટકા જુનાગઢવાસીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાય ગયો છે અને ૬૦ ટકા શહેરીજનોને બીજા ડોઝ પણ અપાય ગયો છે.

પ્રથમ ડોઝમાં ૧૦ ટકા અને બીજા ડોઝમાં ૪૦ ટકા બાકી રહેલા નગરજનોનાં રસીકરણ માટેની કામગીરી પૂર્ણ કરવા રાત-દિવસ એક કરાયા છે. 

(1:39 pm IST)