Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

મોરબીમાં એકટીવા ચાલકને હથીયાર દેખાડીને લુંટનો પ્રયાસ

દેકારો થતા બાઇકમાં આવેલા બે શખ્સો છૂઃ ચાલક વસંત બાવરવાને ઇજા થતા હોસ્પીટલમાં ખસેડાયો

રાજકોટ, તા., ૨૮: મોરબીના રવાપર રોડ ઉપર આજે બપોરે એકટીવા ચાલક યુવક ઉપર હુમલો કરીને લુંટનો પ્રયાસ થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપરથી એકટીવા ઉપર રોકડ રકમ સાથે પસાર થઇ રહેલ વસંત બાવરવાને બે શખ્સોએ આંતર્યા હતા. અને બંદુક દેખાડી માર માર્યો હતો. વાહન વ્યવહારથી સતત ધમધમતા રોડ ઉપર આ બનાવ બનતા દેકારો મચી ગયો હતો.

લુંટારૂઓનો પ્રતિકાર કરતા અને રસ્તામાં લોકોના ટોળા એકત્ર થઇ જતા બાઇક ઉપર આવેલ બે શખ્સો નાસી છુટયા હતા અને ઇજાગ્રસ્ત હાલતમાં વસંત બાવરવાને હોસ્પીટલમાં ખસેડેલ છે.

લુંટના પ્રયાસ અંગે મોરબી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી છે. પોલીસે બાઇકમાં નાસી છુટેલા બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

(3:24 pm IST)