Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ખોટા નામ-સરનામા ધારણ કરીને લગ્ન કરવાના બહાને પૈસા પડાવીને રફુચક્કર થઇ જતી ટોળકીને વંથલી પોલીસે ઝડપી લીધી :ર મહિલા સહીત ૪ ની ધરપકડ

રાજકોટ, અમદાવાદ, અમરેલી, જીલ્લામાં ગુન્હાની કબુલાત

ઝડપાયેલ ટોળકી નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨૮: ખોટા-નામ અને સરનામા ધારણ કરીને છેતરપીંડી કરીને લગ્ન કરવાના બહાને પૈસા પડાવીને રફુચક્કર થઇ જતી ટોળકીને જુનાગઢ જીલ્લાની વંથલી પોલીસ ટીમે ઝડપી પાડી છે.

વંથલી પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ એ.પી. ડોડીયાની ટીમે અનિલભાઇ વેરશીભાઇ શેખલીયા દેવીપૂજક ઉ.વ.ર૯ રહે. બોટાદ ઢાંકણીયા રોડ મોચીપરા જી. બોટાદ, લાલજીભાઇ ગંગરામભાઇ શેખલીયા દેવપૂજક ઉ.વ.ર૭ રહે. બોટાદ ખોડીયારનગર જી. બોટાદ જોશના ઉર્ફે જીનલ રાજુભાઇ અશોકભાઇ ધરોલીયા દેવીપૂજક (ઉ.વ.ર૩) રહે. પીપળીયા (ટાટમ) તા. સ્વામીના ગઢડા જી. બોટાદ.

કાજલબેન અનિલભાઇ શેખલીયા દેવીપૂજક (ઉ.વ.ર૯) રહે. બોટાદ ઢાંકણીયા રોડ જી. બોટાદ, રાજુભાઇ અશોકભાઇ ધરોલીયા જાતે દેવીપૂનક (ઉ.વ.પ૦) રહે. પીપળીયા (ટાટમ) તા. સ્વામીના ગઢડા, જતીન નકુભાઇ પાંચાળ દેવીપૂજક (ઉ.વ.ર૪) રહે. હાલ સુરત અમરોલી મુળ ગામ જામબરવાાળ તા. બાબરા જી. અમરેલીની ધરપકડ કરીને રોકડા રૂ. ૮૦,૦૦૦ તથા ફરીયાદીનો ગયેલ મોબાઇલ જપ્ત કર્યો છે.

આરોપીઓ ખોટુ નામ-સરનામું ધારણ કરી ફરીયાદીને વિશ્વાસમાં લઇ પોતાની પાસે કોઇ ડોકયુમેન્ટ નથી તેમ જણાવી લગ્ન કરાવવા માટે રૂપિયાનું નકકી કરી રૂપિયા લઇને લગ્ન કરાવી આપીશું. પડકયોલ આરોપી નં. ૩ તે જગ્યાએ બે-ચાર દિવસ રોકાયને બાદમાં નાસી જઇ છેતરપીંડી કરાવની ટેવ વાળા છે. આરોપીઓએ આવી રીતે રાજકોટ શહેરમાં અમદાવાદ શહેર, અમરેલી જીલ્લામાં છેતરપીંડી આચરેલ છે.

આ કામગીરી જુનાગઢ રેન્જના ડી.આઇ.જી. મનિંદર પ્રતાપસિંઘ પવાર તથા જુનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક રવીતેજા વાસમસેટી સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.બી. ગઢવી માર્ગદર્શન હેઠળ વંથલી પોલીસ સ્ટેશનના પો.સબ. ઇન્સ. એ.પી. ડોડીયા તથા પો. હેડ કોન્સ. બળવંતસિંહ પરમાર, પો.કોન્સ. પ્રતાપભાઇ શેખવા, પો. કો. બાલુભાઇ બાલસ, પ. કો. અરૂણભાઇ મહેતા, પો. કો. ભરતભાઇ ડાંગર, પો. કો. અતુલભાઇ દયાતર, પો.કો. હરેશભાઇ લુવા એ રીતના પોલીસ સ્ટાફે કરેલ છે.

આ અગાઉ વંથલી પોલીસ સ્ટેશનમાં કરેલી ફરીયાદમાં જણાવ્યું છે કે ફરીયાદી પ્રકાશભાઇ હરીભાઇ ભાલોડીયા પટેલ ઉ.૪ર ધંધો-ખેતી રહે. નાવડા તા. વંથલી વાળાને વિશ્વાસમાં લઇ આરોપી સોનુ સાથે લગ્ન કરાવી આપીશુ તેમ કહી સમજુતી કરાર કરી રૂ. ર૦,૦૦૦૦ (બે લાખ) લઇ આરોપી સોનુ ફરીયાદીના ઘરે ચાર દિવસ રહી ફરીયાદી સાથે કેશોદ ખાતે ખરીદી કરવાનું બહાનુ કરી ખરીદી કરીને હમણા આવું છું તેમ કહી ફરીયાદીનો મોબાઇલ ફોન કિ. રૂ. ૮૪૦૦ વાળો આરોપી સોનુબેન પોતાની સાથે લઇ નાસી જઇ ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુનો કરેલ જે ફરીયાદ આધારે પો. સ. ઇ. એ. પી. ડોડીયા તથા સ્ટાફ દ્વારા ઉંડાણપુર્વક તપાસ કરી આગવી ટેકનીકથી તથા બાતમી આધારે આરોપીઓને બોટાદ તથા રાજકોટ જીલ્લામાથી અલગ અલગ જગ્યાએથી હસ્તગત કરી મુદામાલ રીકવર કરી ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે. 

(3:53 pm IST)