Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ધ્રોલ નગરપાલીકા વિસ્તારમાં કરોડો રુપીયાના વિવિધ વિકાસના કામોનું સાસંદ પુનમબેન માડમના હસ્તે ભવ્ય લોકાર્પણ

રાજય સરકાર પાયાની સુવિધા છેવાડાના નાગરીકો સુધી પહોંચાડવા માટે કટીબંધ : પુનમબેન માડમ

ધ્રોલ:ધ્રોલ નગરપાલીકા ધ્વારા ૮ કરોડની નલ સે જલ યોજનાની ગ્રાન્ટ મંજુર થયા બાદ વધુ એક વિકાસના કામો માટે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળસ ફાળવેલ કરોડો રુપીયાની ગ્રાન્ટના વિવિધ વિકાસના કામોનું જામનગ૨–૧૨ લોકસભા બેઠકના સાસંદ પુનમબેન માડમના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યુ હતુ અને રાજય સરકાર લોકોને પાયાની સુવિધા છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા માટે કટીબંધ હોવાનું જણાવ્યુ હતુ

ધ્રોલ નગરપાલીકાના વિવિધ વિસ્તારો (૧) માણેકપર રોડ પર ગૈસ્વામી સમાજના સ્મશાનમાં પ્રાર્થના હોલ અને બાથરમ (૨) જોડીયા રોડ પર સાર્વજનીક સ્મશાનમાં ન્હાવા માટે બાથરુમ તેમજ અગ્નિ સંસ્કાર આપવા માટે લાકડા માટેનો શેડ (૩) જોડીયા રોડ મેમણ કબ્રસ્તાન ફરતે કમ્પાઉન્ડ વોલનું કામ (૪) રાજકોટ રોડથી વીરજીભાઈ નથુભાઈની વાડી સુધી સી.સી. રોડનું કામ (૫) રેલ્વે સ્ટેશનથીવાળી શાળા નં. ૧ સુધી સી.સી. રોડનું કામ (૬) જોડીયા રોડ પર આવેલ અનુસુચીત જાતી સ્મશાન સુધી સી.સી. રોડનું કામ (૬) ધ્રોલના ખારવા રોડ પર રાધવજીભાઈ પટેલની લેઉવા પટેલ સમાજ ધ્રોલ સંચાલીત કન્યા વિધાલયમાં ખારવા રોડથી શાળા સુધી પેવર બ્લોક વગેરેના કુલ ૧.૭૪ કરોડના વિકાસના કામોનું સાસંદ પુનમબેન માડમના હસ્તે આજરોજ ખાતમુર્હત કરવામાં આવેલ હતા

આ ખાતમુર્હત પ્રંસંગે ધ્રોલ ભાજપ શાશિત નગરપાલીકાના મહીલા પ્રમુખ જયશ્રીબેન પરમાર, ઉપપ્રમુખ ઈરફાનભાઈ ટકી, જીલ્લા પંચાયત ધરમશીભાઈ ચનીયારા, પુર્વ ધારાસભ્ય મેજીભાઈ ચાવડા, નગરપાલીકા કારોબારી સમિતિના ચેરમેન ગોવિંદભાઈ દલસાણીયા, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબા જાડેજા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ શુકલ, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરા, ધ્રોલ તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ ડો. રાજેન્દ્રસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા ભાજપ કીશાન મોરચાના પ્રમુખ અરવિંદભાઈ હિન્તુ,જીલ્લા પંચાયત સદસ્ય લખધીરસિંહ જાડેજા તેમજ વોર્ડ નંબર સાતના નગરપાલીકાના સદસ્યો સહીત ભાજપના આગેવાનો નગરપાલીકા તમામ સદસ્યો વગેરે ઉપસ્થિત રહયા હતા.

(12:38 am IST)