Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મીઠાપુર હાઈસ્‍કુલમાં વિજ્ઞાન મેળો યોજાયો

મીઠાપુર : ઓખામંડળ તાલુકાના મીઠાપુર ગામે આવેલી મીઠાપુર હાઈસ્‍કુલમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વિજ્ઞાન મેળાનું ઉદઘાટન મીઠાપુર ટાટા કેમિકલ્‍સનાં વાઇસ પ્રેસિડેન્‍ટ  એન કામથ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ વિજ્ઞાન મેળામાં આશરે ૧૦૦ જેટલા અલગ અલગ પ્રોજેક્‍ટો સ્‍કુલનાં વિદ્યાર્થીઓ દ્વારા બતાવવામાં આવ્‍યાં હતાં . આ તમામ પ્રોજેક્‍ટો લોકોને પર્યાવરણ તથા અત્‍યારના આ ડિજિટલ યુગને અનુલક્ષીને તૈયાર કરવામાં આવ્‍યા હતા. આ બાબતે સ્‍કુલનાં આચાર્યા નીરવભાઈ જોશી દ્વારા પ્રકાશ પાડતા સમજાવવામાં આવ્‍યું હતું કે આ બધા પ્રોજેક્‍ટોની થીમ પણ એવી રોતે તૈયાર કરવામાં આવી છે કે જે લોકોને ઉપયોગી થઇ શકે. આ કાર્યક્રમનો લાભ મીઠાપુરવાસીઓએ મોટી સંખ્‍યામાં હાજર રહી લીધો હતો. આ બધા પ્રોજેક્‍ટોમાં હજુ પણ વધુ આગળ વધી વધારેને વધારે સમાજ ઉપયોગી બનાવવા માટે એન કામથ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું. આ તમામ આયોજનમાં શાળાનાં બાળકો ઉપરાંત શિક્ષકગણ અને શાળાનાં આચાર્યા નીરવભાઈ જોશીનો સિંહફાળો રહ્યો હતો.(તસ્‍વીર અહેવાલઃ દિવ્‍યેશ જટણીયા મીઠાપુર)

(11:43 am IST)